MyMandirInstall
Profile

shree Rana

3 days ago

શ્રી શક્તિ ચાલીસા “પરમ પદ પામવા કાજે, ઓમ શકિત જપે સો વાર, વળગી બલા અળગી રહે, સુધરી જાય સંસાર" ગણેશજી ને કરૂં પ્રણામ, સરસ્વતિ માં આવે યાદ, આરંભુ શકિત મારી માં, ભકતો નો સાંભળજે સાદ જગતજનની શકિતમાંત, શકિત રૂપે તું સાક્ષાત, શકિત પ્રગટ્યા પાટડી, ગામ રાજપુત કુળમાં શુભયોગવાર ||ર|| કુમ કુમ કેસરની છે આડ, બાળ શકિત ની શોભા અપાર, નાકે નથણી કાને કુંડળ, અદભુત ક્રાંતિ રૂપની ખાણ લાગ ધરતા ધ્યાન થાયે પ્રકાશ, કામ કોધ નો થાય જનાશ, અણું અણુમાં તારો વાસ, ઝાલા કુળ માં તારો પ્રકાશ બિસંતી દેવી તારૂ નામ, શકિત માં તું જગ વિખ્યાત, ધામા માં જઈ કિધો વાસ, ઝાલા કુળમાં તુ સાક્ષાત પાા સોરઠ છેડે ધામા ગામ, શકિત માના ત્યા રૂડા ધામ ઉચુ મંદિર દૂર થી સોહાય, આવતા જતા સૌ કરે પ્રણામ ાહ્યા સંવત ૧૧૫૬ ની સાલ, માડી આવ્યા પાટડી મોઝાર શકિત ઝરૂખે બેઠા માય, ઝળહળ જયોતિ તેજ અપાર શકિત માં તું તારણ હાર, જગત સારા ની પાલન હાર, શકિત તારી અપરંપાર, વંન્દુ તુજ ને વારંવાર જગત જનની નો તુ અવતાર, ચૌદ બ્રહમાંડ માં જય જયકાર, કેમ કરી ને પામુ પાર, અખુટ શકિત નો તુ ભંડાર અણહીલપુર ના પાટણ શહેરે, સોલંકી કુળમાં તારો અવતાર, ભકતજનોને હૃદયે રમી ને, દીન જનોને કરવા સહાય તારે દરવાજે નોબતો વાગે, તારો નાદ ગગનમાં ગાજે, ડાકણ સાકણ ભુત જ ભાગે, આરતી ટાણે ઝાલર વાગે , દૂરદૂર થી ભકતો આવે, આનંદ ઉત્સવ માનો મનાવે, નવરાત્રીની આઠમ આવે, તારે દ્વારે નૈવેધ લાવે અબિલ ગુલાલ ઉડે રંગ, શકિત મંદિર વધ્યો ઉમંગ, ચૈત્ર વદ તેરસને દિન, ભકતજનો સૌ થાય તલ્લીન, અનેક રૂપે શકિત અભંગ, ભજતા નડે ન માયા રંગ |. માનવ મહેરામણ ઉમટે, ભાઈ ભકતો કેરી ભીડ ભરાઈ, તારૂ રૂપ યમુનાના નીર, માં તારો અંતરધ્યાન દિન શકિત તારૂનામ જ એક, તો એ તારા સ્થાન અનેક, સુખડી ધુપ પ્રસાદ ધરાય, નરનારી સૌ પ્રેમથી ખાય મહેણા ઉપર મારી મેખ, ભકતો રાખે નિત્ય ટેક હૈયે હૈયાંખુબ મળે, દર્શન કરી માના ચરણે પડે, રોગીઓના રોગ ટળે, ઘનેચ્છુને ઘન મળે તારી કૃપા જેના પર થાય, દુ:ખ નિવારણ તેનું થાય, પારે આવીલાગે પાય, માયા બંધન છુટી જાય અસ્થિર જગત આતો કહેવાય, શકિત રહેતા સ્થિર સદાય, સરિતા સાગર માહિ સમાય, જગત તારા માં લીન જ થાય શકિત શકિતનો કરૂ ઉચ્ચાર, આવડે નહી બીજું લગાર, ભુમિ કેરો હરવા ભાર, જગમાં પ્રગટ્યાં વારંવાર, ત્રણે લોકની સર્જન હાર, ઉતારે ભવ સાગરપાર જગત સ્વાર્થી છે મારે લાત, કોને શરણે જાવું માત, વર્ણન કરતા ના આવે પાર, એવી તારી લીલા અપરંપાર મા મને તારો વિશ્વાસ, અંતે આવ્યો તારી પાસ, ધામા ગામે શક્તિમાત, સંકટ સમયે દે છે સાથ દિન જનોનું શરણું તું, મીઠું અમૃત ઝરણું તું, હૃદય કમળમાં કરજો વાસ, પૂરી કરજો સૌની આશ શરણે લેજે શક્તિમાત, હાથ ઝાલીને ફરજે સંગાથ શ ધરતા ધ્યાન થાય પ્રકાશ, ભુત-પ્રેતનો થાય જ નાશ, સૌ સંકટ નો થાય જ નાશ, દુ:ખ દરીદ્ર ના આવે પાસ એકવીસ રવીવાર પૂર્ણ થાય, પૂરણ કરે તેની ઈચ્છાય, શક્તિ ચાલીસા મુખથી ગાય, પંડના પ્રાયશ્વિત એના થાય દાનવ કેરો જયાંજયાં ત્રાસ, પળ માં જઈને કીધો નાશ, પાઠ કરી રાખે વિશ્વાસ, પુરી કરે શક્તિ માં આશ કુંવારી કન્યા રટણ કરે, ઈચ્છિત વરને એ તો વરે, વિધવા નારી સ્મરણ કરે, નિર્ભય થઈને સઘળે ફરે પુજાપાઠ ને અનુષ્ઠાન, નથી કરવાને હું શકિતમાન, તુજ મંત્રનો અધિક પ્રતાપ, જપતા ટળે એ સૌ સંતાપ, નથી પુજન વિધીનુ ભાન, નથી મંત્ર મંત્રનુ જ્ઞાન ધામા ગામે શક્તિ માત, જોયો શકિત ચાલીસાનો પ્રતાપ ||ભોળા માટે ભોળી થાય, સંકટ સમયે કરી કરતી સહાય, શકિત મંદિર જે કોઈ જાય, ભાવના તેવા દર્શન થાય, યજ્ઞ કરી જે અર્પે ભાવ, શકિત દર્શન તુરત જ થાય ભુમી કેરો હરવા ભાર, જગમાં પ્રગટયા વારંવાર, દીધી રિધ્ધી સિધ્ધી અપાર, અંતે મુકિત મહાપદ સાર ભકતજનોને દિધી હામ, પુરણ કિધાં સધળાં કામ, છોડી દીધા બીજા કામ, ભાવે ભજતા શકિતનું નામ સંવત અગીયાર સો ઈકોતર સાલ, શકિત સમાયા ધામા ધામ, દયા શકિત છે તારૂ નામ, દિન દુ:ખીયા નો તુ વિશ્રામ || શકિત થયા અંતર ધ્યાન, શકિત માએ દીધુ વચન હરતા ફરતા ગાએ ગાન, શકિત માનું ધરતા ધ્યાન, ભરતસિંહ ની વિનંતિ માતા, શરણે લેજે સૌને માત ઝાલાકુળ નો સુણજે સાદ, દોડી આવજો શકિત માતા, માતાજીની માનતા મનાય, શકિત પરિવાર ગુણલા ગાય ||શકિત ચાલીસા જે કોઈ ગાય, ઉરતાપ એનો મટી જાય, ત્રિવિધ તાપ સહેજે ટળે, કોટી જનમના પાપો બળે, તુંજ કૃપાનું પામે બળ, ત્યારે આપે માં માંગ્યું ફળ હું અજ્ઞાની અવગુણ અપાર, તો પણ તારો હું છુ બાળ, તારા કોધે કંપે કાળ, ડોલી ઉઠે દશે દિકપાળ વંદુ તુજને વારંવાર બોલો, જય જય શકિત માતા ના બોલો જય જય શકિત માં, જય શકિત માં... ચાલીસા રચિયતા: રચના : ભરતસિંહ તખતસિંહ ચાવડા (ધામા શકિતધામ)

Post media

Comments (0)

No comments yet. Be the first to comment!