
Dhara Mehta
5 days ago

Comments (2)

Shah 🩷
Sep 15, 2026
મનથી કોઈને દુઃખ પહોંચાડ્યું હોય, વાણીથી કોઈનું હૈયું દુભાવ્યું હોય, જાણતાં-અજાણતાં થયેલી દરેક ભૂલ માટે, 🙏 મિચ્છામી દુક્કડમ 🙏 પર્યુષણ પર્વની હાર્દિક શુભેચ્છાઓ!

Shah 🩷
Sep 15, 2026
॥ મિચ્છામિ દુક્કડં ॥ ચોરાસી લાખ જીવયોનિમાં ભ્રમણ કરતાં કરતાં, અનાદિ કાળના કર્મસત્તાના બંધનોને કારણે, કયા ભવમાં કોની સાથે કેવા સંબંધો રચાયા હશે અને કેવા રાગ-દ્વેષ કે વેરભાવના અનુબંધ બંધાયા હશે તે આપણે જાણતા નથી. આ ભવમાં કે ભૂતકાળના ભવોમાં, જાણતા કે અજાણતા, મન-વચન-કાયાથી, ક્રોધ, અહંકાર, માયા કે લોભવશ મારાથી આપના પ્રત્યે કોઈ દુઃખ, અણગમો, વેરભાવ કે ચિત્ત દુભાય તેવું આચરણ થયું હોય, તો તે તમામ અપરાધો અને વેર-અનુબંધોને ભૂલીને હું હૃદયપૂર્વક ક્ષમા યાચું છું. "સવ્વ જીવે સુ મેત્તી, વે૨ં મજ્ઝં ન કેણઇ" (સૌ જીવો સાથે મારી મૈત્રી રહે, કોઈની સાથે વેર ન રહે.) મિચ્છામિ દુક્કડં
