
Srikumar महाराज🇮🇳☸️
142 days ago
💥 *નવકારની સંપદા – ગણના..* 🙏🏻🌺🙏🏻🌸🙏🏻🌺🙏🏻🌸🙏🏻 *સળંગ એક અર્થવાળું વાક્ય તે સંપદા કહેવાય છે.* *નવકારમાં પદ નવ છે પણ સંપદા આઠ છે, પ્રથમ ૭ પદમાં દરેક પદ સંપદા છે, છેલ્લા ૨ પદની એક સંપદા ગણાય છે. સંપદાના ઉપયોગ પૂર્વક નવકારમંત્રનો જાપ કરવાથી પણ મનની એકાગ્રતા સાધી શકાય છે.* *પહેલા સંપદાનો ક્રમ બોલો, પછી સંપદા બોલો.* *પહેલી સંપદા....નમો અરિહંતાણં* *બીજી સંપદા....નમો સિદ્ધાણં* *ત્રીજી સંપદા....નમો આયરિયાણં* *ચોથી સંપદા....નમો ઉવજ્ઝાયાણં* *પાંચમી સંપદા....નમો લોએ સવ્વસાહૂણં* *છઠ્ઠી સંપદા....એસો પંચ નમુક્કારો* *સાતમી સંપદા....સવ્વ પાવપ્પણાસણો* *આઠમી સંપદા....મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં.* *આ રીતે નવકાર ગણવાથી...* *મન એકાગ્ર રહેશે.* *સંપદાનો ઉપયોગ રહેશે.* *જાપ ખૂબ રસપ્રદ બની રહેશે.* *(મનને મહેંકતું રાખો)*

Comments (0)
No comments yet. Be the first to comment!
