MyMandirInstall

*🌸આ છે અણગાર અમારા* 🙏 શાસનરાગી, મંત્રનિષ્ઠ *પૂ. મતિસાગરસૂરીજી મહારાજાએ* વર્ષો પૂર્વે વાવ ગામ ઉપર કરેલ અદ્ભુત ઉપકારની વિગતો આજે વાંચી. * ​તેરાપંથ સાધુઓએ ૬ મહિના વાવ ગામમાં રહીને *મૂર્તિપૂજક જૈનોને* "મૂર્તિવિરોધી" બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી. * ​પૂ. મતિસાગરસૂરીજી વાવ પધાર્યા ત્યારે તેમના સાધુઓને ભિક્ષાની પ્રાપ્તિ દુર્લભ બની ગઈ + અનેક અપમાનો સહન કરવા પડ્યા. * ​વિરોધીઓમાં સૌથી મુખ્ય કરમચંદ શેઠ હતા. * ​પૂજ્યશ્રીને જાણકારી મળી કે, "કરમચંદ શેઠની પુત્રવધૂના શરીરમાં વ્યંતરીનો પ્રવેશ વારંવાર થવાથી શેઠ બહુ દુઃખી હતા." વ્યંતરીનો પ્રવેશ થાય ત્યારે પુત્રવધૂને દોરડાંથી બાંધીએ તો પણ દોરડું તોડીને અનેકોને હેરાન કરતી. * ​પૂજ્યશ્રીએ પૂજારી મારફત કરમચંદ શેઠને જણાવ્યું કે, "પુત્રવધૂને વ્યંતરીના ઉપદ્રવથી મુક્ત કરવા માટે મારી પાસે સચોટ ઉપાય છે." * ​કરમચંદ શેઠ પૂજ્યશ્રી પાસે આવ્યા. શેઠને પૂજ્યશ્રીએ મંત્રિત વાસક્ષેપ આપીને કહ્યું, "હાલ તમારી પુત્રવધૂના શરીરમાં વ્યંતરી છે, દૂરથી આ વાસક્ષેપ તેના ઉપર કરજો." * ​મંત્રિત વાસક્ષેપથી પ્રભાવિત થયેલી પુત્રવધૂ દેરાસર આવવા તૈયાર થઈ. * ​પૂજ્યશ્રીએ આખા ગામને દેરાસરમાં આવવાનું જણાવ્યું. પૂજ્યશ્રીએ મોટા સ્વરે "લઘુશાંતિ" નો પાઠ બોલીને પ્રભુનો અભિષેક શરૂ કરાવ્યો. દરેક અભિષેક પછી અભિષેકનું જળ પુત્રવધૂ ઉપર છાંટવામાં આવ્યું. ૭૨માં અભિષેક પછી પુત્રવધૂ સાવ શાંત થઈ ગઈ. પૂજ્યશ્રીએ ૧૦૮ વાર "લઘુશાંતિ" બોલીને અભિષેકનું જળ પુત્રવધૂ ઉપર છંટાવ્યું. પુત્રવધૂ દેરાસરની બહાર કાળી ઉલ્ટી કરીને બેભાન થઈ ગઈ થોડી વારમાં પુત્રવધૂ પૂર્ણ સ્વસ્થ બની ગઈ. * ​પૂજ્યશ્રીએ બધાને સન્માર્ગે વાળ્યા. * પૂજ્યશ્રીની સ્મૃતિરૂપે શ્રી અજિતનાથ જિનાલયમાં પૂજ્યશ્રીના પગલાં શ્રી સંઘે પ્રસ્થાપિત કર્યા. ✍️ *લેખક - મુનિ દિવ્યવલ્લભવિજયજી મ.સા.* ➖➖➖➖➖➖➖➖ Jainam Jayati Shasanam WhatsApp-8898336677

Post media

Comments (0)

No comments yet. Be the first to comment!