prakash patel Jan 29, 2022

🏹 રામાયણ🏹 અરણ્ય-કાંડ ✍️ ૩૦ આમ ઘણા વખત સુધી શિવજી ની સમાધિ તૂટી નહિ એટલે કામદેવે શંકરના હૃદય પર ચોટ મારવા માંડી. મહાદેવ જી ને અત્યંત ક્રોધ થયો અને તેમણે ત્રીજું નેત્ર ઉઘાડ્યું અને તે નેત્રમાંથી નીકળેલી જ્વાળામાં કામદેવ બળી ને ભસ્મ થઇ ગયો. ત્યારે કામદેવ ની પત્ની રતિ,રોતી રોતી શિવજી પાસે ગઈ અને દયાની યાચના કરી બંને હાથ જોડી ઉભી. ભોળા શંભુ ને તો પ્રસન્ન થતાં પણ કેટલી વાર?તેમણે રતિને આશીર્વાદ આપ્યા કે- તારો પતિ શરીર વિના સર્વત્ર વિચરશે,ને હવેથી તે “અનંગ” નામે ઓળખાશે. વળી પાછા સપ્તર્ષિઓ પાર્વતીજી પાસે આવ્યા અને કહે છે કે-મહાદેવજી એ તો કામદેવને બાળી નાખ્યો છે,આવાને પરણીને તમે શું કરશો? પાર્વતીજી કહે છે કે-શિવજી તો પહેલેથીજ નિષ્કામ છે,સૌનું શ્રેય કરનારના ચિત્તમાં કામ કેવી રીતે હોઈ શકે? નિષ્કામ શિવને જ મેં મારા પતિ માન્યા છે અને તે મારો અડગ નિશ્ચય છે. પછી તો –શિવ-પાર્વતીનાં લગ્ન થયાં. શિવજી, શિવજીની જાનનું અને લગ્ન નું વર્ણન કરવામાં તુલસીદાસની કવિ-પ્રતિભા સોળે કળાએ ખીલી છે. સર્પની કલગી,સર્પ નાં કુંડળ,સર્પ નાં કંકણ,સર્પ નું ઉપવિત (જનોઈ),જટાનો મુગટ,હાથમાં ડમરુ ને ત્રિશુળ,ડોકમાં મુંડની માળા ને આખલા પર સવારી. આવો હતો વરરાજા શિવજી નો વેશ. અને એમના જાનૈયા પણ કેવા? કોઈ મોં વિનાના તો કોઈ અનેક મોંવાળા,કોઈ હાથ-પગ વિનાનાં તો કોઈ અનેક હાથ-પગવાળા, કોઈ આંધળા તો કોઈ અનેક આંખોવાળા,કોઈ જાડા તો કોઈ સળેકડી જેવા, કોઈ નું મોં ગધેડા જેવું,કોઈનું કૂતરા જેવું,કોઈનું સુવર જેવું.તો કોઇંનું શિયાળ જેવું. ભૂત-પ્રેત,પિશાચ,ડાકિની,શાકિની-વગેરેની પણ લાંબી લંગાર લાગી છે. રસ્તામાં જો છોકરાં ને સ્ત્રીઓ જુએ તો જોઈને બી ને ભાગી જાય છે.સૌ કહે છે કે- બળદિયા પર બેસીને પરણવા આવનાર મુરતિયા માં અક્કલ બળી નથી લાગતી,કે પછી તેના ચિત્ત નું ઠેકાણું લાગતું નથી,આ તો નવાઈ નો વરરાજા!!!! પાર્વતીની માતા, પાર્વતીને ગોદમાં લઈને શોક કરે છે,ને કહે છે કે-પેલા નારદે,મારા વસતા ઘરને ઉજ્જડ કર્યું,પણ ભલે મારી દુનિયામાં નિંદા થાય પણ હુ જીવતી છું ત્યાં સુધી આવા ગાંડા.વર જોડે તને નહિ પરણાવું. પાર્વતી કહે છે કે-મા,તું શોક ના કર,આ વર જ મને ઇષ્ટ છે,આ વર માટે મેં તપ કર્યું હતું. અને ધામ-ધૂમ પૂર્વક શિવજી-પાર્વતી નાં લગ્ન થઇ ગયાં. (આમ શિવજીનું પાર્વતી સાથે બીજું લગ્ન છે-ને પાર્વતી સતી નો બીજો અવતાર છે) વિદાય વેળાએ માતાએ પુત્રીને શિખામણ દીધી,”તું સદા શિવચરણ (પતિચરણ) ની સેવા કરજે, સ્ત્રીઓનો એજ ધર્મ છે,પતિ એ જ સ્ત્રીઓનો દેવ છે બીજો કોઈ નથી.” બોલતાં બોલતાં માતાની આંખોમાંથી આંસુ આવ્યાં છે,લાડથી ઉછરેલી દીકરીને છાતીએથી અળગી કરવાનું મન થતું નથી,પણ શું થાય ? સ્ત્રીને પતિ-ગૃહે જવું જ પડે છે. તુલસીદાસજી કહે છે કે-સ્ત્રી સદા પરાધીન છે,અને પરાધીન ને સ્વપ્ન માં પણ સુખ હોતું નથી.ઈશ્વરે જગતમાં સ્ત્રીને શું કામ સર્જી હશે? કત બિધિ સૃર્જી નારિ જગ માંહી,પરાધીન સપને હું સુખુ નાહીં સુંદર અને અસુંદર,શુભ અને અશુભ,રુદ્ર અને કોમળ-આ બધાં એક જ પદાર્થ નાં બે પાસાં છે, જે શિવ છે-તે જ રુદ્ર છે,જે આસુતોષ (જલ્દી પ્રસન્ન થનારા) છે તે જ પ્રલયકારી પણ છે. જે મનુષ્ય આ વિષમતા માં સમતા જાણી શકે છે તે જ ખરું જાણે છે.જે એ દેખે છે તે જ સાચું દેખે છે. એટલે તો ગીતાજી માં કહ્યું છે કે-સમતા એ જ યોગ છે. શિવ-પાર્વતીની આ આ કથા પુરી કરતાં તુલસીદાસ કહે છે કે- શિવજી સમાન રામ-ભક્ત કોણ છે?અને રામજી ને શિવજી સમાન બીજો પ્રિય કોણ છે? શિવ સમ કો રઘઉપતિ બ્રતધારી? કો શિવસમ રામહિ પ્રિય ભાઈ? https://m.facebook.com/groups/367351564605027/permalink/645914056748775/ 🏹 ॐ શ્રી રામ જય રામ જય જય રામ 🙏🏼🌹🌹જય શ્રી કૃષ્ણ 🙏

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

prakash patel Jan 28, 2022

🏹 રામાયણ🏹 અરણ્ય-કાંડ ✍️ ૨૯ સતીએ કહ્યું કે-પિતા ને ત્યાં પુત્રી નિમંત્રણ વગર પણ જઈ શકે છે. શિવજી કહે છે કે-જઈ શકે છે,પણ પરસ્પર સ્નેહ ભાવ હોય તો. પરંતુ જ્યાં વેરભાવ છે,જ્યાં સામાનું અપમાન કરવાની વૃત્તિ છે,ત્યાં આગળ વગર તેડે જવામાં હિત નથી.તેમ છતાં સતીએ હઠ કરી-એટલે શિવજીએ તેમને રજા આપી.અને પોતાના અનુચરો ને સાથે જવાની આજ્ઞા કરી.સતી પિતાને ઘેર ગયા,પણ પિતાએ તેમની તરફ નજર સુધ્ધાં ના કરી.સતીએ યજ્ઞ-મંડપમાં જોયું તો,ત્યાં ક્યાંય શિવજી નું આસન દેખાયું નહી. પિતાએ માંડેલો આ યજ્ઞ,પોતાના પતિ શિવજીને આમંત્રણ નહિ આપીને,અપમાન કરવાનો પ્રસંગ છે, એવું જાણીને સતી ને ભયંકર ક્રોધ થયો,અને યજ્ઞ-મંડપ માં તેમણે ગર્જના કરી-કે- દુષ્કર્મ કરનારો ભલે પોતાનો પિતા હોય પણ તેના દુષ્કર્મને સહન કરવું જોઈએ નહિ,સૌનું શુભ કરનારા શિવજીનું જ્યાં સ્થાન નથી એ સ્થાન ભ્રષ્ટ છે,ને નષ્ટ છે. પતિના ગૌરવ માં સતીનું ગૌરવ છે અને પતિના જીવનમાં સતીનું જીવન છે. એટલું બોલતાં બોલતાં યોગ-અગ્નિ થી સતી ત્યાં ને ત્યાં બળી ને ભસ્મ થઇ ગયા. યજ્ઞ મંડપમાં હાહાકાર થઇ રહ્યો.સતીની સાથે આવેલા શિવજી ના અનુચરોએ બધે ભાંગફોડ કરી અને દક્ષના યજ્ઞમાં ભંગ થયો. ત્યાર પછી સતી એ હિમાલયમાં બીજો દેહ (જન્મ) લીધો.પર્વત ની એ કન્યા પાર્વતી નામે વિશ્વ-વંદ્ય બની. એકવાર નારદે આવી પાર્વતી નો હાથ જોઈ કહ્યું કે-છોકરી બહુ ગુણિયલ છે,સુશીલ છે,શાણી છે,એનું સૌભાગ્ય અખંડ રહેશે,પણ એણે પતિ બહુ વિચિત્ર મળશે. પાર્વતી ના માતાજી એ પૂછ્યું કે-વિચિત્ર એટલે કેવો? નારદે કહ્યું કે-મા-બાપ વગરનો,ઉત્સાહ વગરનો,ધન વગરનો,નાગો અને અમંગળ વેશવાળો, શરીરે ભસ્મ ચોળી ને ફરનારો,ભોળો છતાં મૂર્ખ નહિ,જ્ઞાની છતાં શઠ નહિ,મસ્ત છતાં ઉદાસીન, યોગી છતાં સંસારી,ઘર વગરનો છતાં ગૃહસ્થ. જોગી, જટિલ,અકામ મન,નગન,અમંગલ બેષ. નારદની વાણી સાંભળી માતા-પિતા દુઃખી થયાં,પણ પાર્વતીજી રાજી થયાં,તેઓ સમજી ગયા કે આવો વિચિત્ર પતિ શિવજી સિવાય બીજો કોણ હોઈ શકે? તેથી તેમણે શંકર ને પ્રસન્ન કરવા તપસ્યા આદરી. માતાએ તેમને બહુ સમજાવી પણ પાર્વતીનો નિશ્ચય ડગ્યો નહિ. સપ્તર્ષિઓએ આવી પછ્યું-કે હે બાળા,તું આ શું કરે છે. પાર્વતી કહે-નારદે કહેલા પતિ મેળવવા તપશ્ચર્યા કરું છું. ઋષિઓ એ હસી ને કહ્યું કે-નારદના બોલવામાં વળી ઢંગ ક્યારે જોયો?આ ઉમરે તારે વળી તપસ્યા શી? પાર્વતી કહે છે-મને સ્વપ્ન માં એક બ્રાહ્મણે કહ્યું છે કે-તપ જ સૃષ્ટિ ની,ઉત્પત્તિ-સ્થિતિ અને લય નું કારણ છે. સપ્તર્ષિઓ કહે છે કે-અરે,પણ એવું તપ કરવાનું ,શું આવા અમંગલ-વેશ-ધારી માટે? જે ભભૂત લગાવી ને મસાણ માં પડી રહે છે તેના માટે? ત્યારે પાર્વતી કહે છે કે-ગમે તેમ કહો,પણ મને તો શિવજી ની જ રટ લાગી છે,લાખ વાર તપાવો પણ સોનું તેનું રૂપ નહિ તજે.એમ આ પાર્વતી તેનો નિશ્ચય નહિ તજે.તમે જેને અમંગલ કહો છો તે જ મારા મન મંગળ છે.સૂર્ય-અગ્નિ અને ગંગાજી ની પેઠે સમર્થ ને કોઈ દોષ લાગતો જ નથી. સમરથ કો નહિ દોષ ગોસાઈ,રબિ પાવક સુરસરિ કી નાઈ!!! સપ્તર્ષિઓ શરમાઈને ત્યાંથી પાછા ફરી ગયા. બીજી તરફ શિવજી સમાધિ લગાવી ને બેઠા હતા.તેમને સમાધિમાંથી જગાડવા માટે ને પાર્વતી તરફ તેમનું ધ્યાન ખેંચવા માટે દેવોએ કામદેવ ને મોકલ્યો.ને કામદેવે પોતાની કળા કરી,વસંત ઋતુ પ્રગટ કરી, ચારે તરફ ફૂલો,અને સુગંધી પવન,પક્ષીઓ ના ટહુકાર અને અપ્સરાઓ ના નાચગાન. મડદાઓનું પણ મન ખીલી ઉઠે તેવું વાતાવરણ છે, છતાં શિવજી સમાધિમાંથી જાગતા નથી https://m.facebook.com/groups/367351564605027/permalink/645371290136385/ 🏹 ॐ શ્રી રામ જય રામ જય જય રામ 🙏🏼🌹🌹જય શ્રી કૃષ્ણ 🙏

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 21 शेयर

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर