prakash patel
prakash patel Dec 2, 2021

🏹 રામાયણ🏹 અયોધ્યા કાંડ ✍️ ૨૩ જે ગામ કે નગરની પાસેથી રામજી પસાર થાય છે,તે ગામ કે નગરના લોકોના ભાગ્ય ની દેવોયે પ્રંશસા કરે છે.રામજીને જોવા,રામજીના દર્શન કરવા, સીમમાં લોકો નાં ટોળે-ટોળાં ઉભરાય છે.જે જુએ છે તે જોતાં જ રહે છે,જાણે મોટો ખજાનો મળ્યો હોય તેવો તેમને હરખ ચડે છે, વડના ઝાડ ની નીચે છાયા માં પાંદડાં નું આસન બનાવી ને રામજી ને બે ઘડી બેસી થાક ખાવાની લોકો પ્રાર્થના કરે છે અને રામજી તે પ્રાર્થનાને સ્વીકારે પણ છે. કપાળ પરથી પરસેવાનાં બિંદુ ટપકે છે,એવા રામ,સીતા અને લક્ષ્મણ આરામ કરવા બેસે છે,ત્યારે લોકો ધારી ધારી ને તેમને જોયા કરે છે.એ મનોહર રૂપ નું વર્ણન કરવું અશક્ય છે. તુલસીદાસજી કહે છે કે-શોભા ઘણી છે,ને મારી બુદ્ધિ થોડી છે, “શોભા બહુતુ થોરી મતિ મોરી” વટ-વૃક્ષ તળે આરામ કર્યા પછી રામજી એ લોકો ની રજા માગી રસ્તામાં આગળ ચાલી,એક ઝાડ નીચે રાત ગાળી, બીજે દિવસે રામજી,વાલ્મિકીજી ના આશ્રમ માં આવ્યા. સમાચાર સાંભળી વાલ્મિકીજી સામા આવ્યા છે. રામચંદ્રજીએ વાલ્મીકિજી ને દંડવત પ્રણામ કર્યા છે,વાલ્મીકિ ને અતિ આનંદ થયો છે. રામજીએ કહ્યું કે-વનવાસ ને હું મારા પુણ્ય નો ઉદય સમજુ છે,જેથી મને આપનાં દર્શનનો લાભ મળ્યો. અને પછી પ્રાર્થના કરી ને કહ્યું કે-અમારે વનમાં વાસ કરવો છે,તેથી,અમને એવી કોઈ જગા બતાવો કે જ્યાં અમે પર્ણકુટી બાંધી ને રહી શકીએ. અહીં તુલસીદાસજી એ,વાલ્મિકીજી ના મુખે,રામ એ જ પરમાત્મા છે,સગુણ અને નિર્ગુણ એક જ છે, અને રામ તો સર્વત્ર વસે છે,સર્વ ભક્તો ના હૃદયમાં વસે છે તેનું સુંદર વર્ણન કર્યું છે. વાલ્મિકીજી કહે છે કે-આપે મને પૂછ્યું કે હું ક્યાં રહું? પણ આપ ક્યાં નથી?આપ જ્યાં ના હોવ, તેવું કોઈ સ્થળ મને બતાવશો?પછી હું આપને રહેવાનું સ્થાન દેખાડું. જો કે વાલ્મીકિ જી થી કશું અજાણ્યું નહોતું,તે પોતે રામજી ના અવતાર નું રહસ્ય જાણતા હતા. એટલે તેમણે કહ્યું કે-ચિત્રકૂટ પર્વત પર આપ વિરાજો. ભાગવત ની જેમ રામાયણ ની પણ સમાધિ ભાષા છે. ચિત્ત એ ચિત્રકૂટ છે.અંતઃકરણ જયારે પરમાત્મા નું સતત ચિંતન–મનન કરે ત્યારે તેણે ચિત્ત કહે છે. ચિંતન કરવું એ ચિત્ત નો ધર્મ છે. ચિત્ત માં જો પરમાત્મા આવે તો,ચિત્ત ચિત્રકૂટ બની જાય.જીવ કૃત-કૃત્ય બની જાય. ચિત્રકૂટ એ મહાપવિત્ર સ્થળ છે.આ ચિત્રકૂટ ના ઘાટ પર તુલસીદાસજી ને રામજી નાં દર્શન થયા હતાં. ચિત્રકૂટ ના ઘાટ પર તુલસીદાસજી ચંદન ઘસતા હતા,અને રામજી આવી તિલક કરાવી ગયા,પણ તુલસીદાસે રામજી ને ઓળખ્યા નહિ.ત્યારે હનુમાનજી થી રહેવાયું નહિ.રામજી ફરી તિલક કરાવવા આવ્યા, ત્યારે હનુમાનજી એ તુલસીદાસ ને ચેતવી દીધા. ચિત્રકૂટ કે ઘાટ પર,ભઈ સંતનકી ભીર,તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. હનુમાનજી પોપટ બની ને આ દુહો ત્રણ વાર બોલ્યા હતા એમ કહેવાય છે. પાપનું મૂળ ચિત્ત માં છે અને પાપ થાય છે અજ્ઞાનથી.આ ચિત્તમાં થી અજ્ઞાન જાય અને વિશુદ્ધ બને તો ચિત્ત માં રઘુનાથજી વસે. રામચંદ્રજી ચિત્રકૂટ માં આવ્યા છે,સાથે ગુહ છે તે બધી સેવા ઉઠાવે છે. રામજી ના ચિત્રકૂટ ના આગમન ની આજુ બાજુ ખબર ફેલાતાં ભીલ,કિરાત વગેરે લોકો,રામજી ના દર્શન કરવા આવે છે.રામજી નાં દર્શન માત્ર થી પાપો છૂટી જાય છે,પાપ ના વિચારો નો નાશ થાય છે,વિચારો બદલાઈ જાય છે,અને સદવિચારો ઉભરાય છે. રામજી નું ચિંતન કરતાં જ દુષ્ટ રાવણ પર એવી અસર થતી હતી તો,અહીં,ભોળા નિખાલસ વનવાસીઓ હતા કે જેમણે કુડ-કપટ નું ભાન નથી.તે તો કેવળ સંસ્કારો ના અભાવે ચોરી-લૂંટ કરવા લલચાતા હતા. https://m.facebook.com/groups/367351564605027/permalink/612090313464483/ 🏹 ॐ શ્રી રામ જય રામ જય જય રામ 🙏🏼

🏹 રામાયણ🏹 અયોધ્યા કાંડ ✍️ ૨૩

જે ગામ કે નગરની પાસેથી રામજી પસાર થાય છે,તે ગામ કે નગરના લોકોના ભાગ્ય ની દેવોયે પ્રંશસા કરે છે.રામજીને જોવા,રામજીના દર્શન કરવા, સીમમાં લોકો નાં ટોળે-ટોળાં ઉભરાય છે.જે જુએ છે તે જોતાં જ રહે છે,જાણે મોટો ખજાનો મળ્યો હોય તેવો તેમને હરખ ચડે છે,
વડના ઝાડ ની નીચે છાયા માં પાંદડાં નું આસન બનાવી ને રામજી ને બે ઘડી બેસી થાક ખાવાની લોકો પ્રાર્થના કરે છે અને રામજી તે પ્રાર્થનાને સ્વીકારે પણ છે.
કપાળ પરથી પરસેવાનાં બિંદુ ટપકે છે,એવા રામ,સીતા અને લક્ષ્મણ આરામ કરવા બેસે છે,ત્યારે લોકો ધારી ધારી ને તેમને જોયા કરે છે.એ મનોહર રૂપ નું વર્ણન કરવું અશક્ય છે.
તુલસીદાસજી કહે છે કે-શોભા ઘણી છે,ને મારી બુદ્ધિ થોડી છે, “શોભા બહુતુ થોરી મતિ મોરી”

વટ-વૃક્ષ તળે આરામ કર્યા પછી રામજી એ લોકો ની રજા માગી
રસ્તામાં આગળ ચાલી,એક ઝાડ નીચે રાત ગાળી, બીજે દિવસે રામજી,વાલ્મિકીજી ના આશ્રમ માં આવ્યા.
સમાચાર સાંભળી વાલ્મિકીજી સામા આવ્યા છે.

રામચંદ્રજીએ વાલ્મીકિજી ને દંડવત પ્રણામ કર્યા છે,વાલ્મીકિ ને અતિ આનંદ થયો છે.
રામજીએ કહ્યું કે-વનવાસ ને હું મારા પુણ્ય નો ઉદય સમજુ છે,જેથી મને આપનાં દર્શનનો લાભ મળ્યો.
અને પછી પ્રાર્થના કરી ને કહ્યું કે-અમારે વનમાં વાસ કરવો છે,તેથી,અમને એવી કોઈ જગા બતાવો કે જ્યાં અમે પર્ણકુટી બાંધી ને રહી શકીએ.

અહીં તુલસીદાસજી એ,વાલ્મિકીજી ના મુખે,રામ એ જ પરમાત્મા છે,સગુણ અને નિર્ગુણ એક જ છે,
અને રામ તો સર્વત્ર વસે છે,સર્વ ભક્તો ના હૃદયમાં વસે છે તેનું સુંદર વર્ણન કર્યું છે.

વાલ્મિકીજી કહે છે કે-આપે મને પૂછ્યું કે હું ક્યાં રહું? પણ આપ ક્યાં નથી?આપ જ્યાં ના હોવ, તેવું કોઈ સ્થળ મને બતાવશો?પછી હું આપને રહેવાનું સ્થાન દેખાડું.
જો કે વાલ્મીકિ જી થી કશું અજાણ્યું નહોતું,તે પોતે રામજી ના અવતાર નું રહસ્ય જાણતા હતા.
એટલે તેમણે કહ્યું કે-ચિત્રકૂટ પર્વત પર આપ વિરાજો.

ભાગવત ની જેમ રામાયણ ની પણ સમાધિ ભાષા છે.
ચિત્ત એ ચિત્રકૂટ છે.અંતઃકરણ જયારે પરમાત્મા નું સતત ચિંતન–મનન કરે ત્યારે તેણે ચિત્ત કહે છે.
ચિંતન કરવું એ ચિત્ત નો ધર્મ છે.
ચિત્ત માં જો પરમાત્મા આવે તો,ચિત્ત ચિત્રકૂટ બની જાય.જીવ કૃત-કૃત્ય બની જાય.
ચિત્રકૂટ એ મહાપવિત્ર સ્થળ છે.આ ચિત્રકૂટ ના ઘાટ પર તુલસીદાસજી ને રામજી નાં દર્શન થયા હતાં.

ચિત્રકૂટ ના ઘાટ પર તુલસીદાસજી ચંદન ઘસતા હતા,અને રામજી આવી તિલક કરાવી ગયા,પણ
તુલસીદાસે રામજી ને ઓળખ્યા નહિ.ત્યારે હનુમાનજી થી રહેવાયું નહિ.રામજી ફરી તિલક કરાવવા આવ્યા,
ત્યારે હનુમાનજી એ તુલસીદાસ ને ચેતવી દીધા.
ચિત્રકૂટ કે ઘાટ પર,ભઈ સંતનકી ભીર,તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર.
હનુમાનજી પોપટ બની ને આ દુહો ત્રણ વાર બોલ્યા હતા એમ કહેવાય છે.

પાપનું મૂળ ચિત્ત માં છે અને પાપ થાય છે અજ્ઞાનથી.આ ચિત્તમાં થી અજ્ઞાન જાય અને વિશુદ્ધ બને
તો ચિત્ત માં રઘુનાથજી વસે.
રામચંદ્રજી ચિત્રકૂટ માં આવ્યા છે,સાથે ગુહ છે તે બધી સેવા ઉઠાવે છે.
રામજી ના ચિત્રકૂટ ના આગમન ની આજુ બાજુ ખબર ફેલાતાં ભીલ,કિરાત વગેરે લોકો,રામજી ના દર્શન કરવા આવે છે.રામજી નાં દર્શન માત્ર થી પાપો છૂટી જાય છે,પાપ ના વિચારો નો નાશ થાય છે,વિચારો બદલાઈ જાય છે,અને સદવિચારો ઉભરાય છે.

રામજી નું ચિંતન કરતાં જ દુષ્ટ રાવણ પર એવી અસર થતી હતી તો,અહીં,ભોળા નિખાલસ વનવાસીઓ હતા કે જેમણે કુડ-કપટ નું ભાન નથી.તે તો કેવળ સંસ્કારો ના અભાવે ચોરી-લૂંટ કરવા લલચાતા હતા.
https://m.facebook.com/groups/367351564605027/permalink/612090313464483/
🏹 ॐ શ્રી રામ જય રામ  જય જય રામ 🙏🏼

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर
prakash patel Jan 22, 2022

🏹 રામાયણ🏹 અરણ્ય-કાંડ ✍️ ૨૩ ભક્તિમાર્ગ બધી ઈન્દ્રિયોને ઈશ્વરની સેવામાં લગાવવાનું કહે છે, આંખ પ્રભુ માટે,કાન પ્રભુ માટે,આખું શરીર પ્રભુ માટે. આંખથી પ્રભુ ને બધે જોવાના,કાનથી પ્રભુ ને બધે સાંભળવાના,હાથ-પગ થી બધે પ્રભુની સેવા કરવાની.આમ બધે જ પ્રભુ નું દર્શન થાય તે જ પ્રભુ નું સાચું ધ્યાન.યોગીઓ આંખો મીંચીને બેસે છે,તો યે ઘણી વખત પ્રભુને નથી પામતા,પણ ગોપીઓ ઉઘાડી આંખે પ્રભુનાં સર્વ જગ્યાએ દર્શન કરતી હતી. બધે પ્રભુનાં દર્શન થાય તે જ જ્ઞાન.તે જ ધ્યાન.,તે જ સમાધિ. બળ-જબરી થી ઇન્દ્રિયો ના દરવાજા બંધ કરવાથી તે બંધ થતા નથી, તે કદીક ઓચિંતા ઉઘડી જાય છે,ને ભયાનક વંટોળ અંદર ધસી આવે છે. વિશ્વામિત્ર નું મેનકા થી પતન એ એનું ઉદાહરણ છે. તેથી ભક્તો ઇન્દ્રિયોના દરવાજા બંધ કરવા કરતાં એ દરવાજાઓ પર પ્રભુ ને પધરાવવાનું પસંદ કરે છે. દશે ઇન્દ્રિયો ને પ્રભુ તરફ વાળે છે અને મન-બુદ્ધિ થી પ્રભુ નું સ્મરણ કરે છે, ભક્તિ નો સહુથી સલામત માર્ગ આ છે. સીતાજી,શ્રીરામનું ધ્યાન કરે છે અને શ્રીરામ એ સીતાજીનું ધ્યાન કરે છે, ભક્ત ભગવાન નું અને ભગવાન ભક્ત નું ધ્યાન કરે છે. એકવાર નારદજી વૈકુંઠ-લોકમાં આવ્યા,તો તેમણે ભગવાન ને ધ્યાનમાં બેઠેલા જોયા. નારદજી ને નવાઈ લાગી,તેમણે પ્રભુ ને પૂછ્યું-પ્રભુ,તમે કોનું ધ્યાન કરો છો? ત્યારે ભગવાન કહે કે-હું મારા ભક્તોનું ધ્યાન કરું છું. નારદજી કહે –શું ભક્તો તમારાથી શ્રેષ્ઠ છે? ભગવાન કહે- હા,છે જ. નારદ કહે –માન્યામાં આવતું નથી. ભગવાન કહે –તો હું સાબિત કરી બતાડું.બોલો,જગતમાં મોટામાં મોટું કોણ? નારદ કહે-પૃથ્વી. ભગવાન કહે -પૃથ્વી તો શેષનાગના ફણા પર રહેલી છે,અને શેષનાગ નો મહાદેવજી ના હાથનું કડું છે,તો, શિવજી –સમેત આખો કૈલાશ રાવણે ઉઠાવેલો,અને એ જ રાવણ ને બગલમાં રાખી ને વાલી સંધ્યા કરતો હતો. તો, એ વાલી ને રામે એક જ બાણથી મારેલો. ત્યારે નારદે કહ્યું-ત્યારે તો આપ જ મોટા,હું કહેતો હતો તે સાચું જ હતું. ભગવાન કહે છે કે-હું શેનો મોટો? મારો ભક્ત મને એની હૈયા ની દાબડીમાં પુરી રાખે છે. તુલસીદાસજી એ બરાબર જ કહ્યું છે કે-રામ સે અધિક રામ સર દાસા.રામનો દાસ રામથી ચડી જાય. મહાત્માઓ કહે છે કે-માટે બીજું કશું બનવું છોડીને રામના ભક્ત બનો.તે ઉંચામાં ઉંચી પદવી છે. વારંવાર મન ને રામ-સ્વ-રૂપ માં લીન કરો.ધ્યાન માં તન્મયતા થતાં દેહભાન જશે,અને જગતનું ભાન ભુલાશે.જેમ જેમ સંસાર નું વિસ્મરણ થતું જશે તેમ તેમ આનંદ ની માત્ર વધતી જશે ને છેલ્લે, આનંદ-આનંદ-પરમાનંદ થઇ રહેશે. એક ખાંડ ની પૂતળી હતી,તે સાગરનું ઊંડાણ માપવા ગઈ,ગઈ તે ગઈ,પછી આવી જ નહિ, પોતે જ સાગર થઇ ગઈ. મન આ ખાંડ ની પૂતળી જેવું છે,તે જે ઈશ્વરમાં મળી ગયું,તો પછી જુદું થઇ શકતું નથી. જીવનો પરમાત્મા માં લય થઇ જાય છે.જીવ –શિવ એક થઇ જાય છે. પરમાત્મા દરિયા જેવા વિશાળ છે.જ્ઞાની પુરુષો પરમાત્મા ના રૂપ સાથે એવા મળી જાય છે કે- તે પછી કહી શકતા કે –હું જાણું છું. તે તો કહે છે કે-હું જાણું છું કે હું જાણતો નથી. ધ્યાન કરનારનું “હું-પણું” ઈશ્વરમાં મળી જાય છે.આ અદ્વૈત છે. પછી જીવ નું જીવ-પણું રહેતું નથી,જીવ-ભાવ એ પરમાત્મ-ભાવ બની જાય છે. ઈયર ભમરી બની જાય છે,ધ્યાન કરનાર જે સ્વરૂપ નું ધ્યાન કરે તે સ્વરૂપ ની શક્તિ તેનામાં આવે છે. પરમાત્મા સાથે તેનું અનુસંધાન થતાં પરમાત્મા ની કૃપા તેના પર વરસે છે. બંધ નો દરવાજો ખૂલી જતાં જેમ પાણી નો ધોધ વહે છે તેમ,પરમાત્મા ની કૃપા તેના પર વરસે છે. તુલસીદાસજી કહે છે કે-જેના પર પ્રભુ કૃપા કરે છે,તે જ પ્રભુને જાણી શકે છે,અને પ્રભુ ને જાણ્યા પછી પોતે પણ પ્રભુ જ બની જાય છે.એના “હું” નો “તું” થઇ જાય છે. https://m.facebook.com/groups/367351564605027/permalink/641945637145617/ 🏹 ॐ શ્રી રામ જય રામ જય જય રામ 🙏🏼🌹🌹જય શ્રી કૃષ્ણ 🙏

+3 प्रतिक्रिया 1 कॉमेंट्स • 24 शेयर
prakash patel Jan 21, 2022

🏹 રામાયણ🏹 અરણ્ય-કાંડ ✍️ ૨૨ મહાત્માઓ કહે છે કે-જ્યાં બેસીને તમે રામ નું ધ્યાન કરશો ત્યાં રામજી પ્રગટ થશે.જગતમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં રામજી ના વિરાજતા હોય.સર્વ-વ્યાપક પરમાત્મા બધે જ છે. એટલે જ બધાં સ્થળ રામનું ધ્યાન કરવા માટે યોગ્ય છે.ધ્યાન કરનારો ધીરે ધીરે જગત ને ભૂલે છે.અને પછી પોતાને પણ ભૂલી જાય છે,ત્યારે ધ્યાતા (ધ્યાન રનાર).ધ્યાન,અને ધ્યેય (પરમાત્મા)એક થઇ જાય છે.દ્રષ્ટા (જોનાર) દૃશ્ય અને દર્શન ત્રણે એક થઇ જાય છે. અને હવે જે સાધક છે એ જ સાધ્ય બની જાય છે અને તેથી તે જ સાધના છે. જીવ,શિવ અને સૃષ્ટિ એક થઇ જાય છે. ત્રિજટા નામે એક રાક્ષસી છે,તે સીતાજી ની સેવા કરે છે.તે છે તો રાક્ષસી પણ એના સંસ્કાર સારા છે, અને એટલે જ સીતાજી ની સેવાનો.સીતાજી ના સાનિધ્ય નો લાભ તેને મળ્યો છે. સીતાજી ત્રિજટા ને કહે છે કે-આજે તો ધ્યાનમાં હું પોતે સીતાજી છું એ વાત જ ભૂલી ગઈ. સ્ત્રીત્વ અને પુરુષત્વ એ દેહના ભાવ છે.દેહ-સંબંધ છૂટે છે ત્યારે જ બ્રહ્મ-સંબંધ થાય છે. તીવ્ર-ભક્તિ જયારે પરાકાષ્ઠા એ પહોંચે ત્યારે જ દેહ-ભાવ ની ગાંઠ છૂટે છે. સાધારણ ભક્તિથી ગાંઠ છૂટતી નથી,ભક્તિ તીવ્ર અને સતત જોઈએ. ભક્તિમાં જપ અને ધ્યાન એ મુખ્ય છે.કોઈ જડ વસ્તુનું ધ્યાન એ ધ્યાન નથી,જડ વસ્તુ ના ધ્યાન થી મન પણ જડ બની જાય છે.ચેતન ના ધ્યાન થી મન ચેતન બને છે. સીતાજી એ રામજી ની સેવા કરી છે,તો યે ધ્યાન તો કરે જ છે.અને ધ્યાનમાં એવાં લીન રહે છે કે- કોણ શું કરે છે કે કોણ શું બોલે છે-તે એમને દેખાતું કે સંભળાતું નથી. પ્રતિકુળતાઓ વચ્ચે પણ તેમણે ધ્યાન ની અનુકુળતા કરી લીધી છે.કોઈ વખત,સીતાજી ને બીક લાગે છે કે-ઈયળ જેમ ભમરીનું ધ્યાન કરતાં કરતાં ભમરી થઇ જાય છે તેમ રામજી નું ધ્યાન કરતાં કરતાં હું પણ રામજી થઇ જઈશ તો? સીતાજી પોતાના મનની આ વાત ત્રિજટા ને કહે છે. ત્યારે ત્રિજટા કહે છે કે-માતાજી,તો તો બહુ જ સારું,તમારા હાથે જ રાવણ નો વધ થશે. ત્યારે સીતાજી કહે છે કે-મને રામ થવામાં આનંદ નથી, મને તો રામની સેવા કરવામાં જ આનંદ છે. હું રામ બની જાઉં તો મારા રામ ની સેવા કોણ કરશે? મારે રામ થવું નથી.મારે તો તેમની સીતા બની ને જ રહેવું છે. મારે તો મારા રામની સેવા જ કરવી છે. ત્યારે ત્રિજટા કહે છે કે-માતાજી તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી,કારણકે રામનું ધ્યાન કરતાં કરતાં જો તમે રામ બની જશો તોયે તેથી રામ-સીતા ની જોડી તુટવાની નથી,કેમકે – શ્રીરામ,તમારું ધ્યાન કરતાં કરતાં સીતા બની જશે. સીતાજી મહાદુખમાં છે છતાં મહાઆનંદમાં છે, ધ્યાન સંયોગ માં થતું નહોતું પણ વિયોગમાં થાય છે. શ્રીકૃષ્ણે ગોપીઓ ને પણ વિયોગમાં ધ્યાન કરવાની આજ્ઞા કરી હતી,અને તેથી ગોપીઓ વિયોગમાં ભગવાન ને પોતાની અંદર,બહાર અને સર્વત્ર નિહાળે છે. ગોપીઓ કહે છે કે-ભગવાન અમને છોડી ને ગયા જ નથી.તેઓ તો અહીં જ છે!! જ્યાં સુધી જીવ ઈશ્વરથી જુદો છે ત્યાં સુધી તેના નસીબમાં રડવાનું લખાયેલું છે. પણ,જો ધ્યાન કરતાં –તે પ્રભુ સાથે એક-રૂપ થાય તો પછી તેણે મૃત્યુ નો ડર રહેતો નથી, તે આનંદ-રૂપ (પરમાત્મા-રૂપ) બની જાય છે. ભક્તિ-માર્ગ કહે છે કે-પ્રેમલક્ષણા-ભક્તિથી,અદ્વૈત સિદ્ધ થાય છે. પ્રેમ થી સિદ્ધ થતા આ અદ્વૈતમાં ભિન્ન-ભાવ સાથે થોડો અભિન્ન-ભાવ રહે છે. સીતા-રામ એક-અભિન્ન છે,છતાં સીતા-રામ ભિન્ન છે. તેથી સીતાજી કહે છે કે-મારે રામ નથી થવું,પણ મારા રામની સેવા કરવા સીતા થઈને જ રહેવું છે. વૈષ્ણવ સંતો અદ્વૈતની સાથે થોડું દ્વૈત રાખી,સેવા-સ્મરણ માં કૃતકૃત્યતા અનુભવે છે. https://m.facebook.com/groups/367351564605027/permalink/641333587206822/ 🏹 ॐ શ્રી રામ જય રામ જય જય રામ 🙏🏼🌹🌹જય શ્રી કૃષ્ણ 🙏

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 13 शेयर
prakash patel Jan 20, 2022

🏹 રામાયણ🏹 અરણ્ય-કાંડ ✍️ ૨૧ સીતાજીને મૃગ નો લોભ તો થયો હતો જ અને લોભ થી વિવેક નો નાશ થાય છે, લોભથી બુદ્ધિ અશુદ્ધ થયેલી હતી,એમાં ચીસ ના સાંભળવાથી “ભય” નો ઉમેરો થયો, આજ સુધી ના રામનાં પરાક્રમો ને તે વિસરી ગયા,તેમની ધીરજ રહી નહિ, અને એકનિષ્ઠા થી સેવા કરનાર લક્ષ્મણ ને અનાર્યો ની પેઠે કઠોર અને અનુચિત વેણ સંભળાવ્યાં.અને લક્ષ્મણ ને કહે છે કે તારી દાનત સારી નથી. લક્ષ્મણજીએ કાને હાથ દીધા-કહે છે કે-ભાભી,તમે તો મારાં માતાજી સમાન છે. તે અતિ વ્યાકુળ થયા છે,એક તરફ રામજી ની આજ્ઞા હતી અને બીજી તરફ સીતાજી નાં કઠોર વચન સહન થતાં નહોતાં.છેવટે કોઈ ઉપાય ના રહેતાં,તેમણે કહ્યું કે-માફ કરો,દયા કરો, હું જાઉં છું,પણ મારી આટલી અરજ માનજો,હું આ રેખા દોરું છું તે વટાવી ને બહાર પગ ના દેશો. આટલું બોલતાં લક્ષ્મણ ગળગળા થઇ ગયા અને વન-દેવતા ને પ્રાર્થના કરી કે-સીતાજી નું રક્ષણ કરજો. ને ઝડપથી તે ગાઢ-વન તરફ રામજી ની પાસે જવા ચાલી નીકળ્યા. સીતાજી એકલાં રામજી ની ચિંતા કરી ને પેટ કૂટે છે, સંતો કહે છે કે-શોક-ગ્રસ્ત સ્ત્રીઓ સામાન્ય રીતે છાતી કૂટે છે,જયારે સીતાજી પેટ કૂટે છે,એ એવું સૂચવે છે કે-સર્વ રાક્ષસો નો સંહાર થયા વિના હવે મને તૃપ્તિ થનાર નથી,હવે હું ભુખી થઇ છું. થોડી ક જ વાર પછી પર્ણકુટી ના બારણે વેદમંત્રો નો ઘોષ સંભળાયો. સીતાજી જુએ છે તો બારણે, દંડ,કમંડળ અને ભગવાં વસ્ત્રવાળો સન્યાસી ઉભો છે. એ રાવણ હતો,અતિથી-બ્રાહ્મણ સમજી ને સીતાજી એ તેનો સત્કાર કર્યો,અને એને ભિક્ષા આપવા બારણે આવ્યાં.ત્યારે રાવણે કહ્યું કે-હું ઘરમાં રહી અપાતી ભિક્ષા લેતો નથી. લક્ષ્મણજી એ બાંધી આપેલી રેખા નો સીતાજી ને ખ્યાલ ના રહ્યો,તેમનું ધ્યાન કેવળ અતિથી બ્રાહ્મણ ને ભિક્ષા આપવા તરફ જ હતું,તેથી લક્ષ્મણ-રેખા ની બહાર તેમનો પગ પડ્યો. તુલસીદાસજી કહે છે કે-વિધાતાની અવળી ગતિથી અને કાળની કઠિનતા થી સીતાજી ભાન ભૂલ્યાં, અને રેખા ઓળંગી ને આગળ આવ્યાં. લક્ષ્મણ રેખા એ માનવી ની મર્યાદા-રેખા છે.માનવી મર્યાદાની બહાર પગ મૂકે તો તે વિવશતાનો ભોગ બને છે.લક્ષ્મણ-રેખા એ વિવેક ની,સદાચારની,નિજ-સુખની,કુટુંબ-યશની,અને સમાજ ના ગૌરવ ની મર્યાદા છે.એ મર્યાદા લોપતાં,એ મર્યાદા નો ભંગ થતાં,માનવી વિવેક ને ગુમાવી,દુઃખ અને અપયશ નો ભોગ બને છે. સંતોએ અને સમાજ-વિધાયકો એ સમાજ-જીવન માં અને વ્યક્તિ-જીવનમાં મર્યાદાઓ નક્કી કરેલી છે. પણ એ મર્યાદાઓ નું ઉલ્લંઘન,માનવી કામ,ક્રોધ,લોભ,મોહ વગેરે વાસનાઓને વશ થઇ ને કરે છે,અને પોતાની જાત ને આપદામાં (મુશ્કેલીમાં) મૂકે છે. અહીં સીતાજી એ સાધુ-અતિથી ના સત્કાર ની ભાવનાથી લક્ષ્મણ-રેખા નો ભંગ કર્યો, પણ પરોપકાર ની ભાવના માટે પણ મર્યાદા નો ભંગ ઇષ્ટ નથી. મનુષ્ય કાળ નું પ્યાદું છે.કાળ ધક્કો મારીને તેંને ચલાવે છે.પણ પરમાત્મા તો કાળ ના યે કાળ છે. પરમાત્મા નું શરણ લેનાર,કાળનું પ્યાદું મટી ને પરમાત્મા નું પ્યાદું બને છે. પ્રભુ સંચાલક અને પ્રભુ માલિક.સંપૂર્ણ-પણે પ્રભુ નું આવું શરણું લેનાર ને કાળથી બીવાનું રહેતું નથી. એના ચિત્ત માં પછી વાસનાનો ઉદય થતો નથી.એટલે કે ત્યાં કામ,ક્રોધ,લોભ –એ સર્વનું અસ્તિત્વ જ નથી.કારણ કે ત્યાં “અહં” “હું” નું જ અસ્તિત્વ નથી તો પછી લોભ કોણ કરે? પણ અહીં કાળ ની અકળ લીલાથી, સીતાજીએ સુવર્ણ-માયા-મૃગ નો લોભ કર્યો, લોભ થી વિવેક ખોયો,રામજીને મૃગ ની પાછળ દોડાવ્યા,લક્ષ્મણજી પર ક્રોધ કર્યો,અને લક્ષ્મણ-રેખાની મર્યાદા વટાવી ને મહા આપત્તિમાં પડ્યાં. સીતાજી જગત-જનની નું સ્વ-રૂપ છે,પતિ પાછળ સ્વેચ્છા એ વનવાસ નું કઠોર જીવન સ્વીકાર્યું છે,દુઃખ ને સુખ ગણ્યું છે,તેમ છતાં ક્ષુલ્લક મૃગચર્મ નો લોભ કરે તે મનમાં ના બેસે તેવી વાત છે. લક્ષ્મણજી ને કટુ-વચનો કહે તે પણ માની ના શકાય તેવી વાત છે, પણ વાલ્મીકિ જી એ લખ્યું છે કે- જયારે લક્ષ્મણને તેમણે કહ્યું કે-હું અગ્નિ માં પ્રવેશ કરીશ પણ રામજી ની સિવાય અન્ય પુરુષ નો કદી સ્પર્શ કરીશ નહિ. મહાત્માઓ કહે છે કે-આમ કહી સીતાજી એવું સૂચવે છે કે-હું પોતે રાવણ ને ઘેર નહિ જાઉં, પણ મારા યથાર્થ સ્વ-રૂપ ને અગ્નિ માં રાખી ને,બીજા રૂપે એટલે કે માયા-રૂપે જ તેના હાથમાં જઈશ. એટલે અહીં રાવણ જે સીતાજી ને હરી જાય છે તે “માયા-સીતાજી” છે. અને રાવણ ના વધ પછી એ “માયા-સીતાજી” અગ્નિ માં પ્રવેશ કરે છે(અગ્નિ-પરીક્ષા),અને અગ્નિ સીતાજી ના એ “માયા-રૂપ”નું દહન કરી ને યથાર્થ સીતાજી ના સ્વ-રૂપ ને રામજી સમક્ષ પ્રગટ કરે છે, https://m.facebook.com/groups/367351564605027/permalink/640728340600680/ 🏹 ॐ શ્રી રામ જય રામ જય જય રામ 🙏🏼🌹🌹જય શ્રી કૃષ્ણ 🙏

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
hansu parjapti Jan 22, 2022

+13 प्रतिक्रिया 2 कॉमेंट्स • 15 शेयर
Narendra Ashiyani Jan 22, 2022

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर
Dhamistha yadav Jan 20, 2022

+8 प्रतिक्रिया 0 कॉमेंट्स • 8 शेयर
prakash patel Jan 20, 2022

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 4 शेयर

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB