prakash patel
prakash patel Jan 22, 2022

🏹 રામાયણ🏹 અરણ્ય-કાંડ ✍️ ૨૩ ભક્તિમાર્ગ બધી ઈન્દ્રિયોને ઈશ્વરની સેવામાં લગાવવાનું કહે છે, આંખ પ્રભુ માટે,કાન પ્રભુ માટે,આખું શરીર પ્રભુ માટે. આંખથી પ્રભુ ને બધે જોવાના,કાનથી પ્રભુ ને બધે સાંભળવાના,હાથ-પગ થી બધે પ્રભુની સેવા કરવાની.આમ બધે જ પ્રભુ નું દર્શન થાય તે જ પ્રભુ નું સાચું ધ્યાન.યોગીઓ આંખો મીંચીને બેસે છે,તો યે ઘણી વખત પ્રભુને નથી પામતા,પણ ગોપીઓ ઉઘાડી આંખે પ્રભુનાં સર્વ જગ્યાએ દર્શન કરતી હતી. બધે પ્રભુનાં દર્શન થાય તે જ જ્ઞાન.તે જ ધ્યાન.,તે જ સમાધિ. બળ-જબરી થી ઇન્દ્રિયો ના દરવાજા બંધ કરવાથી તે બંધ થતા નથી, તે કદીક ઓચિંતા ઉઘડી જાય છે,ને ભયાનક વંટોળ અંદર ધસી આવે છે. વિશ્વામિત્ર નું મેનકા થી પતન એ એનું ઉદાહરણ છે. તેથી ભક્તો ઇન્દ્રિયોના દરવાજા બંધ કરવા કરતાં એ દરવાજાઓ પર પ્રભુ ને પધરાવવાનું પસંદ કરે છે. દશે ઇન્દ્રિયો ને પ્રભુ તરફ વાળે છે અને મન-બુદ્ધિ થી પ્રભુ નું સ્મરણ કરે છે, ભક્તિ નો સહુથી સલામત માર્ગ આ છે. સીતાજી,શ્રીરામનું ધ્યાન કરે છે અને શ્રીરામ એ સીતાજીનું ધ્યાન કરે છે, ભક્ત ભગવાન નું અને ભગવાન ભક્ત નું ધ્યાન કરે છે. એકવાર નારદજી વૈકુંઠ-લોકમાં આવ્યા,તો તેમણે ભગવાન ને ધ્યાનમાં બેઠેલા જોયા. નારદજી ને નવાઈ લાગી,તેમણે પ્રભુ ને પૂછ્યું-પ્રભુ,તમે કોનું ધ્યાન કરો છો? ત્યારે ભગવાન કહે કે-હું મારા ભક્તોનું ધ્યાન કરું છું. નારદજી કહે –શું ભક્તો તમારાથી શ્રેષ્ઠ છે? ભગવાન કહે- હા,છે જ. નારદ કહે –માન્યામાં આવતું નથી. ભગવાન કહે –તો હું સાબિત કરી બતાડું.બોલો,જગતમાં મોટામાં મોટું કોણ? નારદ કહે-પૃથ્વી. ભગવાન કહે -પૃથ્વી તો શેષનાગના ફણા પર રહેલી છે,અને શેષનાગ નો મહાદેવજી ના હાથનું કડું છે,તો, શિવજી –સમેત આખો કૈલાશ રાવણે ઉઠાવેલો,અને એ જ રાવણ ને બગલમાં રાખી ને વાલી સંધ્યા કરતો હતો. તો, એ વાલી ને રામે એક જ બાણથી મારેલો. ત્યારે નારદે કહ્યું-ત્યારે તો આપ જ મોટા,હું કહેતો હતો તે સાચું જ હતું. ભગવાન કહે છે કે-હું શેનો મોટો? મારો ભક્ત મને એની હૈયા ની દાબડીમાં પુરી રાખે છે. તુલસીદાસજી એ બરાબર જ કહ્યું છે કે-રામ સે અધિક રામ સર દાસા.રામનો દાસ રામથી ચડી જાય. મહાત્માઓ કહે છે કે-માટે બીજું કશું બનવું છોડીને રામના ભક્ત બનો.તે ઉંચામાં ઉંચી પદવી છે. વારંવાર મન ને રામ-સ્વ-રૂપ માં લીન કરો.ધ્યાન માં તન્મયતા થતાં દેહભાન જશે,અને જગતનું ભાન ભુલાશે.જેમ જેમ સંસાર નું વિસ્મરણ થતું જશે તેમ તેમ આનંદ ની માત્ર વધતી જશે ને છેલ્લે, આનંદ-આનંદ-પરમાનંદ થઇ રહેશે. એક ખાંડ ની પૂતળી હતી,તે સાગરનું ઊંડાણ માપવા ગઈ,ગઈ તે ગઈ,પછી આવી જ નહિ, પોતે જ સાગર થઇ ગઈ. મન આ ખાંડ ની પૂતળી જેવું છે,તે જે ઈશ્વરમાં મળી ગયું,તો પછી જુદું થઇ શકતું નથી. જીવનો પરમાત્મા માં લય થઇ જાય છે.જીવ –શિવ એક થઇ જાય છે. પરમાત્મા દરિયા જેવા વિશાળ છે.જ્ઞાની પુરુષો પરમાત્મા ના રૂપ સાથે એવા મળી જાય છે કે- તે પછી કહી શકતા કે –હું જાણું છું. તે તો કહે છે કે-હું જાણું છું કે હું જાણતો નથી. ધ્યાન કરનારનું “હું-પણું” ઈશ્વરમાં મળી જાય છે.આ અદ્વૈત છે. પછી જીવ નું જીવ-પણું રહેતું નથી,જીવ-ભાવ એ પરમાત્મ-ભાવ બની જાય છે. ઈયર ભમરી બની જાય છે,ધ્યાન કરનાર જે સ્વરૂપ નું ધ્યાન કરે તે સ્વરૂપ ની શક્તિ તેનામાં આવે છે. પરમાત્મા સાથે તેનું અનુસંધાન થતાં પરમાત્મા ની કૃપા તેના પર વરસે છે. બંધ નો દરવાજો ખૂલી જતાં જેમ પાણી નો ધોધ વહે છે તેમ,પરમાત્મા ની કૃપા તેના પર વરસે છે. તુલસીદાસજી કહે છે કે-જેના પર પ્રભુ કૃપા કરે છે,તે જ પ્રભુને જાણી શકે છે,અને પ્રભુ ને જાણ્યા પછી પોતે પણ પ્રભુ જ બની જાય છે.એના “હું” નો “તું” થઇ જાય છે. https://m.facebook.com/groups/367351564605027/permalink/641945637145617/ 🏹 ॐ શ્રી રામ જય રામ જય જય રામ 🙏🏼🌹🌹જય શ્રી કૃષ્ણ 🙏

🏹 રામાયણ🏹 અરણ્ય-કાંડ ✍️ ૨૩

ભક્તિમાર્ગ બધી ઈન્દ્રિયોને ઈશ્વરની સેવામાં લગાવવાનું કહે છે,
આંખ પ્રભુ માટે,કાન પ્રભુ માટે,આખું શરીર પ્રભુ માટે.
આંખથી પ્રભુ ને બધે જોવાના,કાનથી પ્રભુ ને બધે સાંભળવાના,હાથ-પગ થી બધે પ્રભુની સેવા કરવાની.આમ બધે જ પ્રભુ નું દર્શન થાય તે જ પ્રભુ નું સાચું ધ્યાન.યોગીઓ આંખો મીંચીને બેસે છે,તો યે ઘણી વખત પ્રભુને નથી પામતા,પણ ગોપીઓ ઉઘાડી આંખે પ્રભુનાં સર્વ જગ્યાએ દર્શન કરતી હતી. બધે પ્રભુનાં દર્શન થાય તે જ જ્ઞાન.તે જ ધ્યાન.,તે જ સમાધિ.
બળ-જબરી થી ઇન્દ્રિયો ના દરવાજા બંધ કરવાથી તે બંધ થતા નથી,
તે કદીક ઓચિંતા ઉઘડી જાય છે,ને ભયાનક વંટોળ અંદર ધસી આવે છે.
વિશ્વામિત્ર નું મેનકા થી પતન એ એનું ઉદાહરણ છે.

તેથી ભક્તો ઇન્દ્રિયોના દરવાજા બંધ કરવા કરતાં એ દરવાજાઓ પર પ્રભુ ને પધરાવવાનું પસંદ કરે છે.
દશે ઇન્દ્રિયો ને પ્રભુ તરફ વાળે છે અને મન-બુદ્ધિ થી પ્રભુ નું સ્મરણ કરે છે,
ભક્તિ નો સહુથી સલામત માર્ગ આ છે.
સીતાજી,શ્રીરામનું ધ્યાન કરે છે અને શ્રીરામ એ સીતાજીનું ધ્યાન કરે છે,
ભક્ત ભગવાન નું અને ભગવાન ભક્ત નું ધ્યાન કરે છે.

એકવાર નારદજી વૈકુંઠ-લોકમાં આવ્યા,તો તેમણે ભગવાન ને ધ્યાનમાં બેઠેલા જોયા.
નારદજી ને નવાઈ લાગી,તેમણે પ્રભુ ને પૂછ્યું-પ્રભુ,તમે કોનું ધ્યાન કરો છો?
ત્યારે ભગવાન કહે કે-હું મારા ભક્તોનું ધ્યાન કરું છું. નારદજી કહે –શું ભક્તો તમારાથી શ્રેષ્ઠ છે?
ભગવાન કહે- હા,છે જ. નારદ કહે –માન્યામાં આવતું નથી.
ભગવાન કહે –તો હું સાબિત કરી બતાડું.બોલો,જગતમાં મોટામાં મોટું કોણ?
નારદ કહે-પૃથ્વી. ભગવાન કહે -પૃથ્વી તો શેષનાગના ફણા પર રહેલી છે,અને શેષનાગ નો મહાદેવજી ના હાથનું કડું છે,તો, શિવજી –સમેત આખો કૈલાશ રાવણે ઉઠાવેલો,અને એ જ રાવણ ને બગલમાં રાખી ને વાલી સંધ્યા કરતો હતો. તો, એ વાલી ને રામે એક જ બાણથી મારેલો.
ત્યારે નારદે કહ્યું-ત્યારે તો આપ જ મોટા,હું કહેતો હતો તે સાચું જ હતું.
ભગવાન કહે છે કે-હું શેનો મોટો? મારો ભક્ત મને એની હૈયા ની દાબડીમાં પુરી રાખે છે.

તુલસીદાસજી એ બરાબર જ કહ્યું છે કે-રામ સે અધિક રામ સર દાસા.રામનો દાસ રામથી ચડી જાય.
મહાત્માઓ કહે છે કે-માટે બીજું કશું બનવું છોડીને રામના ભક્ત બનો.તે ઉંચામાં ઉંચી પદવી છે.
વારંવાર મન ને રામ-સ્વ-રૂપ માં લીન કરો.ધ્યાન માં તન્મયતા થતાં દેહભાન જશે,અને જગતનું ભાન
ભુલાશે.જેમ જેમ સંસાર નું વિસ્મરણ થતું જશે તેમ તેમ આનંદ ની માત્ર વધતી જશે ને છેલ્લે,
આનંદ-આનંદ-પરમાનંદ થઇ રહેશે.

એક ખાંડ ની પૂતળી હતી,તે સાગરનું ઊંડાણ માપવા ગઈ,ગઈ તે ગઈ,પછી આવી જ નહિ,
પોતે જ સાગર થઇ ગઈ.
મન આ ખાંડ ની પૂતળી જેવું છે,તે જે ઈશ્વરમાં મળી ગયું,તો પછી જુદું થઇ શકતું નથી.
જીવનો પરમાત્મા માં લય થઇ જાય છે.જીવ –શિવ એક થઇ જાય છે.
પરમાત્મા દરિયા જેવા વિશાળ છે.જ્ઞાની પુરુષો પરમાત્મા ના રૂપ સાથે એવા મળી જાય છે કે-
તે પછી કહી શકતા કે –હું જાણું છું. તે તો કહે છે કે-હું જાણું છું કે હું જાણતો નથી.

ધ્યાન કરનારનું “હું-પણું” ઈશ્વરમાં મળી જાય છે.આ અદ્વૈત છે.
પછી જીવ નું જીવ-પણું રહેતું નથી,જીવ-ભાવ એ પરમાત્મ-ભાવ બની જાય છે.
ઈયર ભમરી બની જાય છે,ધ્યાન કરનાર જે સ્વરૂપ નું ધ્યાન કરે તે સ્વરૂપ ની શક્તિ તેનામાં આવે છે.
પરમાત્મા સાથે તેનું અનુસંધાન થતાં પરમાત્મા ની કૃપા તેના પર વરસે છે.

બંધ નો દરવાજો ખૂલી જતાં જેમ પાણી નો ધોધ વહે છે તેમ,પરમાત્મા ની કૃપા તેના પર વરસે છે.
તુલસીદાસજી કહે છે કે-જેના પર પ્રભુ કૃપા કરે છે,તે જ પ્રભુને જાણી શકે છે,અને પ્રભુ ને જાણ્યા પછી પોતે પણ પ્રભુ જ બની જાય છે.એના “હું” નો “તું” થઇ જાય છે.
https://m.facebook.com/groups/367351564605027/permalink/641945637145617/
🏹 ॐ શ્રી રામ જય રામ  જય જય રામ 🙏🏼🌹🌹જય શ્રી કૃષ્ણ 🙏

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
Babbu Malhotra May 17, 2022

+25 प्रतिक्रिया 4 कॉमेंट्स • 11 शेयर
Babbu Malhotra May 17, 2022

+41 प्रतिक्रिया 8 कॉमेंट्स • 51 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB