sachin jain
sachin jain Oct 22, 2021

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 10 शेयर
Ram Niwas Soni Nov 27, 2021

+15 प्रतिक्रिया 2 कॉमेंट्स • 41 शेयर
SaarthakR Prajapat Nov 27, 2021

+6 प्रतिक्रिया 2 कॉमेंट्स • 35 शेयर
ILA SINHA Nov 27, 2021

+372 प्रतिक्रिया 90 कॉमेंट्स • 421 शेयर
Kailash Prasad Nov 27, 2021

+39 प्रतिक्रिया 5 कॉमेंट्स • 52 शेयर
Kailash Prasad Nov 27, 2021

+53 प्रतिक्रिया 20 कॉमेंट्स • 9 शेयर

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 17 शेयर
Ramesh agrawal Nov 27, 2021

+71 प्रतिक्रिया 15 कॉमेंट्स • 167 शेयर
Bindu Singh Nov 27, 2021

+55 प्रतिक्रिया 11 कॉमेंट्स • 87 शेयर
prakash patel Nov 27, 2021

🏹 રામાયણ🏹 અયોધ્યા કાંડ ✍️ ૧૮ લક્ષ્મણજી આગળ કહે છે કે-મનુષ્ય-જન્મ ની અંદર જે કંઇ ધર્મ,અર્થ અને કામ પ્રાપ્ત થાય છે તે,પણ પૂર્વજન્મ માં કરેલાં ધર્મ-કર્મ નું જ ફળ છે.તે જ પ્રારબ્ધ (દૈવ) છે.અને તે ભોગવ્યા વિના કોઈ પણ ઉપાયે તેનો નાશ થઇ શકતો નથી.ભોગવાઈ જાય એટલે આપોઆપ આ પ્રારબ્ધ (દૈવ) પુરુ થાય છે. એકવાર રામજી આગળ હું પુરુષાર્થ ની બડાઈ કરતો હતો ત્યારે તેમણે જ મને કહ્યું હતું કે- જેને પુરુષાર્થ કહે છે તે –કાગ-તાડીય ન્યાય જેવું છે. જેમ,કાગડા નું બેસવું અને તાડ ના ઝાડ ના ફળ નું પડવું,-એ બે ક્રિયાઓ કોઈ વાર એક સાથે થઇ જાય છે, તેમ,પુરુષાર્થ થી ફળ મળી જાય છે,પરંતુ તેમ છતાં પ્રારબ્ધ જ સર્વ વાતે બળવાન છે.અને પ્રાણી માત્ર ને સુખ,દુઃખ,ભય,લાભ,હાનિ,ક્રોધ,લોભ,બંધન અને મોક્ષ –એ બધામાંથી જે કંઈ પ્રાપ્ત થાય છે, એ પ્રારબ્ધ (દૈવ) નું જ કાર્ય છે. ઘણીવાર મોટા આરંભેલા કાર્ય નો પણ એકાએક વિઘ્ન આવતા નાશ થઇ જાય છે. હે ભાઈ,આ સંસાર માં કોઈ કોઈ ને સુખી કે દુઃખી કરી શકતું નથી, પરંતુ,સૌ પોતપોતાનાં કરેલાં કર્મોનું ફળ ભોગવે છે. કાહુ ન કોઉં સુખ કર દુઃખ દાતા,નિજ કૃત કરમ ભોગ સબુ ભ્રાતા. સુખ-દુઃખ નું કારણ અંદર શોધે તે સંત, અને બહાર શોધે તે પામર. પામર એટલા માટે કે-એને બહાર કશું જડવાનું નથી,કેવળ ભ્રમ પ્રાપ્ત થવાનો છે. કોઈ બીજો સુખ-દુઃખ આપે છે એવી કલ્પના માત્ર થી તે વ્યક્તિ પ્રત્યે વેરભાવ પેદા થાય છે. માટે સર્વદા મન ને સમજાવવું કે –સુખ-દુઃખ તેં જ પેદા કરેલું છે. મનમાં જ્યાં સુધી સુખ-દુઃખ છે ત્યાં સુધી તે સુખ-દુઃખ છે,બાકી તે (સુખ-દુઃખ) ખરેખર તો છે જ નહિ. સંયોગ-વિયોગ,શત્રુ-મિત્ર,જન્મ-મૃત્યુ,સંપત્તિ –વિપત્તિ—એ સર્વ નું મૂળ મોહ છે, અજ્ઞાન છે. જમીન,ઘર, ધન,નગર,પરિવાર,સ્વર્ગ,નરક—એ બધું યે અજ્ઞાન નું જ ફળ છે.ખરી રીતે તે બધાં છે જ નહિ. જેમ સ્વપ્ન માં રાજા ભિખારી થઇ જાય કે ભિખારી રાજા થઇ જાય,પણ જાગ્યા પછી જુએ તો નથી કોઈ ભિખારી થયો કે નથી કોઈ રાજા થયો,તેમ આ બધી સ્વપ્ન ની દુનિયા છે. આપણે બધાં મોહ ની રાત્રિ માં સૂતાં છીએ અને સૂતાં સૂતાં સ્વપ્નાં જોઈએ છીએ. અહીં જે જાગે છે તે જોગી છે,અને જે નથી જાગતો તે ભોગી છે. જ્યાં સુધી ભોગ છે,વિષય-વિલાસ છે,ત્યાં સુધી આ સ્વપ્ન ના જેવી દુનિયા સાચી છે એવું લાગે છે, પણ જેવો ભોગ છૂટ્યો,અને વૈરાગ્ય આવ્યો,ત્યારે સ્વપ્નમાંથી જાગૃતિ માં પ્રવેશ થયો સમજવો. એટલા માટે ગીતામાં કહ્યું છે કે-ભોગીઓ જયારે ઊંઘે છે ત્યારે જોગીઓ જાગે છે અને જોગીઓ જયારે ઊંઘતા હોય છે ત્યારે ભોગીઓ ની આંખ ઉઘાડી હોય છે. શ્રીરામ પરમાનંદ-બ્રહ્મ-સ્વ-રૂપ છે.મનથી ન જણાય તેવા,સૂક્ષ્મ દ્રષ્ટિથી યે ન દેખાય એવા,એ, અનાદિ,અનુપમ,અવિકારી અને ભેદ-રહિત છે. એમને કર્મ નું કોઈ બંધન નથી,તેઓ તો કર્માંતીત છે,અને તેઓ પોતાની ઇચ્છાથી પ્રગટ થાય છે. “શ્રીરામ સત્ય-પર-બ્રહ્મ છે,અને રામ (બ્રહ્મ) વિના આ જગતમાં બીજું કંઈ છે જ નહિ” અરે,રામજી (રામ-નામ) નું જે સ્મરણ કરે,તેણે કદી દુઃખ થતું નથી તો રામજી ને શું દુઃખ થવાનું? રામજી ને તો તળાઈ (રૂ ની પથારી) કે પરાળ (ઘાસ ની પથારી) સરખાં છે, મેવા-મીઠાઈ ને કંદમૂળ સરખાં છે, રાજપાટ અને વનવાસ પણ સરખાં છે. કૈકેયી એ એમને વનવાસ દીધો પણ એમના મનમાં ક્ષણ માટે પણ રોષ પ્રગટ્યો નથી. એમના મન માં દ્વિધા ને સ્થાન નથી,સંશય ને સ્થાન નથી,રાગ-દ્વેષ ને સ્થાન નથી. જીવને પોતાનાં કર્મ પ્રમાણે જન્મ મળે છે,તે કર્મ થી બંધાયેલ છે,પણ ઈશ્વર (બ્રહ્મ) તો સ્વેચ્છા એ પ્રગટ થાય છે. તેઓ તો કર્મ થી પર છે.તેમ છતાં પરમાત્મા જયારે લીલા કરવા પૃથ્વી પર પધારે છે ત્યારે, તેઓ કર્મ ની મર્યાદા રહે છે, અને જગતને એવો આદર્શ બતાવે છે કે- “હું ઈશ્વર છું,છતાં પણ કર્મ ની મર્યાદા પાળું છું,કર્મ ના બંધન માં છું” આ ભગવાન ની લીલા છે. પૃથ્વી પરના જીવો ને આશ્વાસન આપવા માટે પ્રભુ આમ કરે છે. https://m.facebook.com/groups/367351564605027/permalink/609166967090151/ 🏹 ॐ શ્રી રામ જય રામ જય જય રામ 🙏🏼

+10 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB