Meena Sharma
Meena Sharma Oct 15, 2021

Ram Ram ji 🌹🌹

Ram Ram ji 🌹🌹

+21 प्रतिक्रिया 3 कॉमेंट्स • 85 शेयर

कामेंट्स

Gajendrasingh kaviya Oct 15, 2021
Radhe Radhe good morning have a nice day my sweet sis 🌹🌷🌹🌹 happy weekend 🌹🌹🌹🌹🌹🌹🌹

Mr pandey ji Nov 26, 2021

+7 प्रतिक्रिया 1 कॉमेंट्स • 4 शेयर
prakash patel Nov 26, 2021

🏹 રામાયણ🏹 અયોધ્યા કાંડ ✍️ ૧૭ સવારે અયોધ્યાના પ્રજાજનો જાગીને જુએ તો રામજી ના મળે.સર્વે ને હાયકારો થયો,અને ચારે બાજુ દોડાદોડી કરી મૂકી.પણ રામજી ના કોઈ સગડ ના મળ્યા.તેમના પસ્તાવા નો પાર રહ્યો નહિ. “અરેરે અમે ઊંઘ્યા કેમ?અમારી ઊંઘે અમને રામ ખોવડાવ્યા.અમે રામ વગર જીવી ને કરીશું શું? અયોધ્યાના લોકો પ્રભુ વગર કલ્પાંત કરે છે.તેમને નગરમાં પાછા જતાં બીક લાગે છે. દાવાનળ માં સપડાયેલું પંખી જેમ ફફડે છે,તેમ લોકો પણ ફફડે છે. મહા કષ્ટ અનુભવતા અયોધ્યાના લોકો જયારે પોતાના ઘેર પાછા આવ્યા ત્યારે માથાં કુટીને કહે છે કે- શ્રી રામ વગર આ ઘરમાં,આ નગરમાં કોણ રહે? આ અયોધ્યામાં રામ વગર કેવી રીતે રહેવાશે? બીજી તરફ,રામચંદ્રજી નો રથ શૃંગવેરપુર તરફ પહોંચ્યો.ત્યાં ગંગાજી વહેતાં હતાં. રામજી એ રથમાંથી નીચે ઉતરી ગંગાજી ને દંડવત પ્રણામ કર્યા. ભારત ની સંસ્કૃતિ કહે છે કે નદી માત્ર એ માતા છે.ભારત ની સંસ્કૃતિ નદી તટે જન્મી અને વિકસી છે. એમાં વળી ગંગાજી તો ત્રિપથગા છે,ત્રણે ભુવન ને પવિત્ર કરનારી છે.ગંગાજીમાં સ્નાન કરતાં પહેલાં તેમને વંદન કરવા જોઈએ,તેમના આશીર્વાદ ની પ્રાર્થના કરવી જોઈએ અને આચમન લેવું જોઈએ. રામજી એ લક્ષ્મણજી આગળ ગંગાજી નો મહિમા વર્ણવ્યો છે. શૃંગવેરપુરમાં નિષાદ જાતિ નો ગુહ નામનો રાજા રાજ્ય કરતો હતો. મહારાજા દશરથ નો એ માંડલિક હતો અને રામચંદ્રજી સાથે એણે ગાઢ મૈત્રી પણ હતી, રામચંદ્રજી ને આવેલા જાણી ને તે દોડતો આવ્યો.રામજીના વલ્કલ પહેરેલા તપસ્વી વેશ જોઈને ગુહની આંખમાં આંસુ આવી ગયાં.રામજી નું સ્વાગત કરતાં તેણે કહ્યું કે- આજે આપ અહીં પધાર્યા તેથી મારી ગણતરી ભાગ્યશાળીઓમાં થઇ.તમે અમારા સ્વામી છો ને અમે તમારા સેવક છીએ.આ નગર આપનું જ છે આપ નગરમાં પધારો અને અમારા આતિથ્ય નો સ્વીકાર કરો. રામજી એ ગુહ નો ભાવ જોઈ ને ગદગદ થઇ કહ્યું કે-પિતાજી ની આજ્ઞા થી હું ચૌદ વર્ષ નો વનવાસ ભોગવવા નીકળ્યો છું,એટલે હું ગામ માં આવી શકું તેમ નથી,અને આહારમાં પણ હું કંદ-મૂળ સિવાય કશું લઇ શકું તેમ નથી. રામજી ના દર્શન કરવા ગામનાં સ્ત્રી-પુરુષો નું ટોળું જમા થઇ ગયું.રામ,સીતા ને લક્ષ્મણ ને જોઈ ને સ્ત્રીઓ વાતો કરવા લાગી કે-એ માત-પિતા કેવાં હશે જેમણે આવાં કુમળાં બાળકો ને વનમાં કાઢ્યાં? તે પિતુ માતુ કહહુ સખી કૈસે,જીન્હ પઠએ બન બાલક ઐસે. રાત પડી,અને એક ઝાડ નીચે ગુહે ઘાસ-પાંદડાં ની પથારી કરી,પડિયામાં પાણી અને પાંદડામાં કંદમૂળ મૂક્યાં.રાતે રામજી સૂઈ ગયા ત્યારે લક્ષ્મણજી ધનુષ્ય-બાણ થી સજ્જ થઇ,એમની ચોકી પર ખડા થઇ ગયા.ગુહ પણ હથિયાર સજ્જ થઇ ને લક્ષ્મણજી ની પાસે આવી ને ઉભો. રામજી ને ભોંય પર સૂતેલા જોઈ તેનો જીવ કપાઈ જતો હતો.તેણે લક્ષ્મણ જી ને કહ્યું કે- હું મારા સત્યના સોગંદપૂર્વક કહું છે કે-આ પૃથ્વીમાં મને રામચંદ્રજી સિવાય બીજું કંઇ પણ અધિક પ્રિય નથી.પણ તેમની આ હાલત જોઈ ને મારા દુઃખ નો પાર નથી.ક્યાં અયોધ્યા નો વૈભવ અને ક્યાં આ ઘાસ-પાંદડાં ની પથારી? અરે,રામજી જેવા સમર્થ જેના પતિ છે તે સીતા-માતા પણ જમીન પર સૂતા છે!! આ જોઈ મને વિચાર આવે છે કે-ભાગ્ય આગળ કોઈનું કશું ચાલતું નથી.કર્મ ના લેખ કોઈ ટાળી શકતું નથી.કર્મ એ જ દુઃખ છે એમ લોકો કહે છે તે ખોટું નથી. લક્ષ્મણજી એ ગુહ ને તેની ભાવ-ભક્તિ માટે ધન્યવાદ આપ્યા,ને પછી ખૂબ સુંદર ઉપદેશ આપ્યો. કે જે “લક્ષ્મણ-ગીતા “તરીકે પ્રસિદ્ધ છે. લક્ષ્મણજી ગુહ ને કહે છે કે- મનુષ્ય ને સુખ-દુઃખ આપનાર તેનું કર્મ છે.કર્મ ને આધારે આ સૃષ્ટિ છે. સુખ-દુઃખ કોઈ વ્યક્તિથી કે કોઈ-કોઈ ને આપી શકતું નથી કે કોઈનું સુખ-દુઃખ લઇ શકાતું નથી. કોઈ જો એમ કહે કે –મેં આને સુખ કે દુઃખ આપ્યું –તો તે બુદ્ધિની ભ્રમણા છે.તેનું અભિમાન છે. માટે જ્ઞાની મહાત્માઓ સુખ-દુઃખ માટે કોઈ ને દોષ આપતા નથી. https://www.facebook.com/groups/367351564605027/permalink/608596727147175/ 🏹 ॐ શ્રી રામ જય રામ જય જય રામ 🙏🏼

+10 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर
Manoj Nov 25, 2021

Ram Ram ji,राम तत्त्व की महिमा *************** ऐसी बात नहीं है कि अवधपुरी में राजा दशरथ के घर श्रीराम अवतरित हुए तब से ही लोग श्रीराम का भजन करते हैं। नहीं, नहीं, राजा दिलीप, राजा रघु एवं राजा दशरथ के पिता राजा अज भी श्रीराम का ही भजन करते थे क्योंकि श्रीराम केवल दशरथ के पुत्र ही नहीं हैं, बल्कि रोम-रोम में जो चेतना व्याप्त रही है, रोम-रोम में जो रम रहा है उसका ही नाम है 'राम'। राम जी के अवतरण से हजारों-लाखों वर्ष पहले राम नाम की महिमा वेदों में पायी जाती है। रमन्ते योगिनः यस्मिन् स रामः। 'जिसमें योगी लोगों का मन रमण करता है उसी को कहते हैं 'राम'।' एक राम घट-घट में बोले, दूजो राम दशरथ घर डोले। तीसर राम का सकल पसारा, ब्रह्म राम है सबसे न्यारा।। इस कथनानुसार तो चार राम हुए। ऐसा कैसे ?" "थोड़ी साधना करो, जप-ध्यानादि करो, फिर समझ में आ जायेगा।" जीव राम घट-घट में बोले। ईश राम दशरथ घर डोले। बिंदु राम का सकल पसारा। ब्रह्म राम है सबसे न्यारा।। जीव, ईश, बिंदु व ब्रह्म इस प्रकार भी तो राम चार ही हुए न ?" साधना आदि करके मति थोड़ी सूक्ष्म तो हुई है। किंतु अभी तक चार राम दिख रहे हैं। घड़े में आया हुआ आकाश, मठ में आया हुआ आकाश, मेघ में आया हुआ आकाश और उससे अलग व्यापक आकाश, ये चार दिखते हैं। अगर तीनों उपाधियों – घट, मठ, और मेघ को हटा दो तो चारों में आकाश तो एक-का-एक ही है। इसी प्रकारः वही राम घट-घट में बोले। वही राम दशरथ घर डोले। उसी राम का सकल पसारा। वही राम है सबसे न्यारा।। रोम-रोम में रमने वाला चैतन्यतत्त्व वही का वही है और उसी का नाम है चैतन्य राम" वे ही श्रीराम जिस दिन दशरथ-कौशल्या के घर साकार रूप में अवतरित हुए, कैसे हैं वे श्रीराम ? भगवान श्रीराम नित्य कैवल्य ज्ञान में विचरण करते थे। वे आदर्श पुत्र, आदर्श शिष्य, आदर्श मित्र एवं आदर्श शत्रु थे। आदर्श शत्रु ! हाँ, आदर्श शत्रु थे, तभी तो शत्रु भी उनकी प्रशंसा किये बिना न रह सके। कथा आती है कि लक्ष्मण जी के द्वारा मारे गये मेघनाद की दाहिनी भुजा सती सुलोचना के समीप जा गिरी। सुलोचना ने कहाः 'अगर यह मेरे पति की भुजा है तो हस्ताक्षर करके इस बात को प्रमाणित कर दे।' कटी भुजा ने हस्ताक्षर करके सच्चाई स्पष्ट कर दी। सुलोचना ने निश्चय किया कि 'मुझे अब सती हो जाना चाहिए।' किंतु पति का शव तो राम-दल में पड़ा हुआ था। फिर वह कैसे सती होती ! जब अपने ससुर रावण से उसने अपना अभिप्राय कहकर अपने पति का शव मँगवाने के लिए कहा, तब रावण ने उत्तर दियाः "देवी ! तुम स्वयं ही राम-दल में जाकर अपने पति का शव प्राप्त करो। जिस समाज में बालब्रह्मचारी श्रीहनुमान, परम जितेन्द्रिय श्री लक्ष्मण तथा एकपत्नीव्रती भगवान श्रीराम विद्यमान हैं, उस समाज में तुम्हें जाने से डरना नहीं चाहिए। मुझे विश्वास है कि इन स्तुत्य महापुरुषों के द्वारा तुम निराश नहीं लौटायी जाओगी।" जब रावण सुलोचना से ये बातें कह रहा था, उस समय कुछ मंत्री भी उसके पास बैठे थे। उन लोगों ने कहाः "जिनकी पत्नी को आपने बंदिनी बनाकर अशोक वाटिका में रख छोड़ा है, उनके पास आपकी बहू का जाना कहाँ तक उचित है ? यदि यह गयी तो क्या सुरक्षित वापस लौट सकेगी ?" यह सुनकर रावण बोलाः "मंत्रियो ! लगता है तुम्हारी बुद्धि विनष्ट हो गयी है। अरे ! यह तो रावण का काम है जो दूसरे की स्त्री को अपने घर में बंदिनी बनाकर रख सकता है, राम का नहीं।" धन्य है श्रीराम का दिव्य चरित्र, जिसका विश्वास शत्रु भी करता है और प्रशंसा करते थकता नहीं ! प्रभु श्रीराम का पावन चरित्र दिव्य होते हुए भी इतना सहज सरल है कि मनुष्य चाहे तो अपने जीवन में भी उसका अनुसरण कर सकता है। हे राम ! हे हरि ! हे अच्युत ! गोविंद ! दीनदयाल ! हम सभी को सदबुद्धि दे। हम संयमी, सदाचारी बनकर आत्मदेव को पा लें। हे अंतरात्मा ! हे परमात्मा ! हे दीनबंधु ! हे भक्तवत्सल ! ॐ ॐ ॐ प्रभु जी ॐ...ॐ...ॐ. प्यारे जी ॐ....ॐ...ॐ मेरे जी ॐ....' ऐसा पुकारते, प्रार्थना करते डूब जायें। वे कृपालु अवश्य कृपा करते हैं, सदबुद्धि देते हैं। !! जय श्रीराम !! ✍☘💕

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 9 शेयर

+17 प्रतिक्रिया 5 कॉमेंट्स • 35 शेयर
prakash patel Nov 25, 2021

🏹 રામાયણ🏹 અયોધ્યા કાંડ ✍️ ૧૬ પણ સીતાજી ના હાથમાં વલ્કલ જોઈ ને વશિષ્ઠ જી થી રહેવાયું નહિ,તેમની આંખમાંથી આંસુ આવી ગયાં. કૈકેયી ની સામે જોઈ ને તેમણે કહ્યું કે-સીતાજી ને વલ્કલ અપાય જ નહિ,તેં વનવાસ રામને આપ્યો છે,સીતાને નહિ.સીતા એ તો રાજ-લક્ષ્મી છે.રામચંદ્ર વનમાંથી પાછા નહિ આવે ત્યાં સુધી રામચંદ્ર ની વતી એ રાજ્યાસન પર બિરાજશે ને રાજ્ય નું પાલન કરશે. સ્ત્રી એ પુરુષના આત્મા-રૂપ છે એવું શાસ્ત્ર વચન છે.એટલે પુરુષનો જેટલો અધિકાર છે તેટલો સ્ત્રી નો પણ છે. કૈકેયી ના પેટમાં ફરીથી જાણે તેલ રેડાયું.પણ સીતાજીએ વશિષ્ઠજીનાં વચન સાંભળવા છતાં, હાથમાં રહેલું વલ્કલ છોડ્યું નહિ.અને સૌ વડીલો ને વિનમ્ર ભાવે વંદન કરીને કહ્યું કે- જેમ તાર વગર વીણા વગાડી શકાતી નથી,અને પૈડાં વગરનો રથ ચલાવી શકાતો નથી, તેમ પતિ વિનાની સ્ત્રી,ભલે સો પુત્રો વાળી હોય તો પણ સુખી થઇ શકતી નથી. પછી રામચંદ્રજી એ સહુની સામે હાથ જોડીને કહ્યું કે-મને હવે વનમાં જવાની રજા આપો. આખું ભવન દુઃખ અને વિલાપો થી ભરાઈ ગયું. દશરથ રાજા ચિત્કાર કરી ઉઠયા,”અરેરે મારા કઠોર પ્રાણ હજુ સુધી કેમ જતા નથી? ” અજહું ના નિકસે પ્રાન કઠોર” રાજા ને ફરીથી મૂર્છા આવી છે. વનવાસ માટે નીકળતા અગાઉ પોતાની જે કોઈ અંગત મિલકત હતી તે બધી બ્રાહ્મણો ને દાસ-દાસીઓ માં વહેંચી દીધેલી,હવે સાથમાં કશું લેવાનું નહોતું,એટલે નગરજનો ને પ્રણામ કરી ને તેઓ ચાલી નીકળ્યા. આખી અયોધ્યા નગરી ના દરેક પ્રજાજનો તેમની પાછળ જવા ચાલી નીકળ્યા છે. લોકો કહે છે કે રામ વગર અયોધ્યા અમને ખાવા ધાય છે.રામ આગળ ચાલે છે અને અયોધ્યાનગરી પાછળ ચાલે છે.રામ બધાને રોકાઈ જવા સમજાવે છે પણ કોઈ રુકવાને માટે તૈયાર નથી. બીજી તરફ રાજા દશરથ મૂર્છામાંથી જાગ્યા,અને જોયું કે રામ વનવાસ માં ચાલી ગયા છે એટલે તેમણે મંત્રી સુમંત્ર ને બોલાવી ને કહ્યું કે-તુ રથ લઈને રામની પાસે જા,અને એમને રથમાં બેસાડી ને વનમાં લઇ જા,અને ચાર દિવસ વનમાં ફેરવી ને તેમને પાછાં લઇ આવજે. રામ-લક્ષ્મણ ના આવે તો છેવટે સીતા ને તો લાવજે જ.હાથ જોડી ને કહેજે કે –દીકરી,તમારા સસરાએ કહેવડાવ્યું છે કે-તમે પાછાં ફરો. જો સીતા પાછાં ફરશે તો મારા જીવ ને આધાર રહેશે. સુમંત્ર ઝડપથી રથ તૈયાર કરીને ચાલ્યો.રામચંદ્રજીએ હજુ નગરની હદ વટાવી નહોતી. મંત્રી એ રાજાની આજ્ઞા કહી સંભળાવી અને રામ,સીતા અને લક્ષ્મણને રથમાં બેસાડ્યા. અયોધ્યાના લોકો વ્યાકુળ બની ને રથની પાછળ પાછળ દોડે છે.રામચંદ્ર ઘણું સમજાવે છે,પણ કોઈ પાછા ફરવા તૈયાર નથી. અયોધ્યાના પશુ-પંખીઓ પણ વ્યાકુળ બની ને કોઈ ચિત્રમાં ચિતરેલાં હોય તેમ રામજી તરફ ડોક કરીને ઉભાં હતાં.કૈકેયી એ જાણે આખી અયોધ્યા નગરી સળગાવી મૂકી હોય તેવો ભાસ થતો હતો.અને એ આગ જોઈ ને સર્વ લોકો ભાગતાં હોય તેવું દૃશ્ય હતું. કૌશલ્યા મા પણ ચીસો અને હાયકારો નાખતાં રથની પાછળ દોડે છે,લથડે છે અને ફરી ઉભાં થઇ ને દોડે છે.રામજી ને માતાનું દુઃખ નહિ જોઈ શકાતું નહોતું,તેમણે મંત્રી ને કહ્યું કે –રથ દોડાવ. છેવટે વશિષ્ઠજી કૌશલ્યા મા ની નજીક જઈ કહે છે કે-જેને ક્ષેમ-કુશળ પાછો આવેલો જોવા ઇચ્છતા હોઈએ તેની પાછળ બહુ દૂર સુધી જવું નહિ. ત્યારે કૌશલ્યા મા પાછાં ફર્યા. રામજી પોતાના ગુણો થી સૌને એવા પ્રિય થયા હતા અને રામજી નો દૈવી પ્રભાવ એવો હતો કે- વાલ્મીકિ જી કહે છે કે-શ્રીરામ તો લોકો ના બહાર વિચરતા પ્રાણ-સમ હતા.(બહિશ્વર: ઇવ પ્રાણા:) પહેલી રાતે તમસા નદીને કિનારે મુકામ કર્યો.ફરી શ્રીરામે લોકોને સમજાવ્યા કે –અયોધ્યા પાછા ફરો. પણ કોઈ માનવા તૈયાર નથી.રામજી વિચારમાં પડી ગયા છે કે હવે શું કરવું? મધ્યરાત્રિ નો સમય થયો છે અને અયોધ્યાની પ્રજા સુતેલી છે,ત્યારે રામજી એ સુમંત્ર ને જગાડ્યા અને કહ્યું કે-અત્યારે જ નીકળી જવું છે,રથ એવી રીતે ચલાવો કે કોઈ જાગે નહીં ને કાલે કોઈ ચીલો શોધી શકે નહિ. https://www.facebook.com/groups/367351564605027/permalink/608023343871180/ 🏹 ॐ શ્રી રામ જય રામ જય જય રામ 🙏🏼

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
prakash patel Nov 24, 2021

🏹 રામાયણ🏹 અયોધ્યા કાંડ ✍️ ૧૫ લક્ષ્મણજી મા સુમિત્રા પાસે આવ્યા છે.માતાજી ને સંક્ષેપ માં કથા કહી સંભળાવી અને કહે છે-કે-મા મને રામજી સાથે વનમાં જવાની આજ્ઞા આપો. સુમિત્રા કહે છે-કે-બેટા તને જ્યાં સુખ લાગે ત્યાં તું જઈ શકે છે,તારું સુખ રામજી ના ચરણ માં છે.રામ-સીતા જ તારાં માતા-પિતા છે. અનન્ય ભાવે રામસીતાજી ની સેવા કરજે. રામ નાં ચરણ માં તારી ભક્તિ જોઈ હું,મને ખૂબ ભાગ્યશાળી સમજુ છું,જેનો પુત્ર રઘુપતિ રામમાં ભક્તિ વાળો છે તે માતા જ સાચે પુત્રવતી છે. પુત્રવતી જુબતી જગ સોઈ,રઘુપતિ ભમતુ જાસુ સુતુ હોઈ ! ઉર્મિલા (લક્ષ્મણ ના પત્ની) તે વખતે ત્યાં આવ્યા છે,તે એક શબ્દ મનથી બોલી શક્યાં નહિ, પતિદેવ ના ચરણો માં વંદન કર્યા છે. (રામાયણ માં ઉર્મિલાનું પાત્ર અજોડ છે તેમના વિષે પાછળ થી ઘણા કવિઓ એ ઘણું બધું લખ્યું છે.) લક્ષ્મણજી માતાજી સુમિત્રા ની રજા લઇ ને પરત થયા પછી શ્રીરામ,સીતા અને લક્ષ્મણ,સાથે કૈકેયી ભવન માં ગયાં. એક ને બદલે ત્રણ ને વનમાં જવાને તૈયાર થયેલા જોઈ રાજાની વ્યાકુળતાનો પાર રહ્યો નથી. રામચંદ્રે પ્રણામ કરી પ્રાર્થના કરી –હે પિતાજી,અમને આશિષ અને આજ્ઞા આપો. ત્યારે દશરથરાજા કહે છે કે-હે રામ,શાસ્ત્ર માં કહ્યું છે કે,જે કર્મ કરે તે જ ફળ પામે છે. તો અહીં આમ ઉલટું કેમ છે?અપરાધ મેં કર્યો છે ને સજા તને કેમ થાય છે? હે રામ,ક્ષત્રિય ધર્મ ને અનુસરી ને મને બાંધી ને કેદ કર અને તુ અયોધ્યાનો રાજા થા. ત્યારે રામજી એ બે હાથ જોડી કહ્યું કે-પિતાજી મારા સત્ય (સ્વ) ધર્મ નો ત્યાગ કરી ને હું રાજ્ય ની ઈચ્છા રાખતો નથી.”હું આજે જ વનમાં જઈશ” એવા વચન થી માતાની આગળ હું બંધાયેલો છું.એટલે બીજો કોઈ ઉપાય નથી. આ સાંભળી રાજા એકદમ અત્યંત વિહ્વળ બની પોક મૂકી ને રડવા લાગ્યા,ને ફરીથી મૂર્છિત થયા. સુમંત્ર મંત્રી અને હાજર રહેલા સર્વે માં હાહાકાર વ્યાપી ગયો,મંત્રી એ કૈકેયી ને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ કૈકેયી નું રુવાંડુ એ ફરકતું નથી. થોડી વારે જયારે રાજા ને થોડી કળ વળી ને સ્વસ્થ થયા એટલે એમને મંત્રી સુમંત્ર ને કહ્યું કે- આપની ચતુરંગીણી સેના અને ધન-ધાન્ય ના ભંડારો પણ રામની સાથે વનમાં મોકલો,જેથી રામ ત્યાં ઋષિમુનિઓ ના સમાગમમાં સુખ-પૂર્વક રહી શકે અને છૂટે હાથે દાન-દક્ષિણા પણ આપી શકે. આ સાંભળી વળી કૈકેયી ના પેટમાં ફાળ પડી,અને મનમાં પસ્તાવા લાગી કે- અરે રે,બધું છોડી ને રામ વનમાં જાય એવું કેમ મેં ના માગ્યું? ત્યાં તો રામચંદ્રજી તરત જ બોલ્યા કે-પિતાજી મેં સર્વ પ્રકાર ની આસક્તિ ત્યાજી છે,તો પછી એ સેના અને ધનધાન્ય નું મારે શું કામ છે? હું એ બધું ભરત ને આપું છું.હવે તો મને વનમાં પહેરવાનાં વલ્કલ જ આપો. કૈકેયી ત્યાંથી ઉઠી ને મંથરા પાસે મંગાવી રાખેલાં વલ્કલ લાવી ને રામની સામે મૂક્યાં.અને કહ્યું કે – “લે આ પહેર.” જોનારા કૈકેયી પર ફિટકાર વર્ષાવી રહ્યા છે-“આ કેવી નીચ છે?નિર્દયતા ની પણ હદ હોય!” રામ-લક્ષ્મણે પોતાના અંગ પરનાં વસ્ત્રો ઉતારી,વલ્કલ ધારણ કર્યા. https://www.facebook.com/groups/367351564605027/permalink/607383770601804/ 🏹 ॐ શ્રી રામ જય રામ જય જય રામ 🙏🏼

+10 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
Manoj Aggarwal Nov 26, 2021

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Manoj Aggarwal Nov 26, 2021

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Manoj Aggarwal Nov 25, 2021

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Sahil Grover Nov 24, 2021

+9 प्रतिक्रिया 0 कॉमेंट्स • 11 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB