Vijay Miyatra
Vijay Miyatra Dec 4, 2021

+3 प्रतिक्रिया 1 कॉमेंट्स • 3 शेयर

कामेंट्स

kiran ramji koli Jan 18, 2022

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Vijay Miyatra Jan 18, 2022

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 6 शेयर
prakash patel Jan 18, 2022

🏹 રામાયણ🏹 અરણ્ય-કાંડ ✍️ ૧૯ રાવણે બહુ વિચાર કર્યો અને અંતે,એણે મારીચ ને મૃગના વેશે રામજી ની પાસે મોકલવાનું નક્કી કર્યું. “જો રામ ઈશ્વર હશે,સર્વજ્ઞ હશે તો મૃગ ને જોઈ ને તે તરત જ સમજી જશે અને મૃગ ની પાછળ નહિ દોડે,અને જો લોભાઈને મૃગ ની પાછળ દોડે તો સમજવું કે –તે ઈશ્વર નહિ પણ સામાન્ય માનવી છે. અને જો રામ સામાન્ય માનવી જ સાબિત થાય તો પછી સીતાને ઉપાડી લાવવી એ તો રમત વાત છે.અને જો રામ ઈશ્વર સાબિત થાય તો યે શું? હું ભજન-બજન કરી ને તેને પામવામાં માનતો નથી,હું તો તેની સાથે વેર બાંધીશ.પણ વેર કેમ બાંધવું?” ત્યારે પાછો તેનો અહંકાર બોલી ઉઠયો કે –સીતાને ઉપાડી લાવી ને. કોક પળે રાવણ ના મન માં પણ સત્ય ના પ્રકાશ નો ઉદય થાય છે ખરો,પણ એની વાસના,એના વિવેક ને ભુલાવી દે છે.એનો અહંકાર એણે અવળે પાટે ચડાવી દે છે.અને પ્રકાશ ને અદશ્ય કરી દે છે. રાવણ રથમાં ચડી ને મારીચ ને મળવા ચાલ્યો. મારીચ ને શ્રીરામે વિશ્વામિત્ર ના યજ્ઞ વખતે દરિયા કિનારે ફેંકી દીધો હતો,તે ત્યાં રહેતો હતો. રાવણે મારીચ ને સીધી જ વાત કરી કે-રામે વગર વાંકે મારી બહેન શૂર્પણખાના નાક-કાન કાપી લીધાં છે,ને મારી સાથે વેર બાંધ્યું છે,હવે એણે હું છોડવાનો નથી,તું મને આમાં મદદ કર. રામનું નામ દેતાં જ મારીચ તેમને ઓળખી ગયો, તેણે કહ્યું કે-હે, રાવણ,તું રામની સાથે વેર ના બાંધ. આપણે તેમના જીવાડ્યા જીવીએ છીએ ને તેમના માર્યા મરીએ છીએ.એમના બળ ની મને ખબર છે તેથી આ હું કહું છું.હું વિશ્વામિત્ર ના યજ્ઞ નો ભંગ કરવા ગાયો ત્યારે તો રામ બાળક હતા,પુરી અસ્ત્ર-વિદ્યા નો અભ્યાસ પણ કર્યો નહોતો,છતાં પણ એક ફણા વગર નું બાણ છોડી તેમને મને સો જોજન દૂર અહીં દરિયા-કિનારે ફેંકી દીધો હતો.ત્યારથી એમનાથી હું એવો ભય ખાઈ ગયો છું કે મને જ્યાં-ત્યાં રામ જ દેખાય છે.હું જાણું છું કે તને મારી સલાહ નહિ ગમે,એટલે તને અપ્રિય લાગે તોયે સાચી વાત તને કહું છું કે-તું રામની સાથે વેર ના કર,નહિતર તારી લંકા હતી ન હતી થઇ જશે. આ સાંભળી રાવણ ના ગુસ્સા નો પાર રહ્યો નહિ.અને કહે છે-ચૂપ રહે,હું તારી કોઈ વાત સાંભળવા માગતો નથી,મેં તને કાંઇ ગુરૂ કયો નથી કે તારો ઉપદેશ હું સાંભળું.અહીં તો એક જ વાત છે કે- કાં તો હા કહે, કાં તો ના કહે.અને જો નાં કીધી તો આ તલવાર તારી ડોક પર પડેલી જાણજે. પળમાં મારીચે વિચાર કરી લીધો કે-આ દુષ્ટ ની આગળ કોઈ દલીલ ચાલવાની નથી. જો એનું માનું છું તો યે મરણ છે અને ના માનું તો યે મરણ છે.તો પછી આવા દુષ્ટ ના હાથે મરવા કરતાં, રામ ના હાથે રામ-બાણ ખાઈ ને શું કરવા ના મરું? મનમાં આવો નિર્ણય કરી મારીચે રાવણ ને કહ્યું કે-હે,રાવણ હું તારી વાત નો સ્વીકાર કરું છું,સીતાજી નું હરણ કરવામાં હું તને મદદ કરીશ,છતાં હજી તને કહેવાનું મન થાય છે કે-તું આ ઠીક કરતો નથી. વિનાશકાળે બુદ્ધિ બગડે છે-એવું તારે માટે થયું છે. રાવને કહ્યું કે-ચૂપ રહે,રામે તારી મા તાડકા ને મારી હતી,તેનું વેર લેવાની તને તક મળી છે, એમ સમજી ખુશ થા.ને મારી સાથે ચાલ. મારીચ એ દોષ-યુક્ત મન નું પ્રતિક છે.મન ચંચળ તો છે જ અને ચંચળ-દોષ-યુક્ત મન, કાલ્પનિક સુવર્ણ ની સૃષ્ટિ ઉભી કરવ માટે સમર્થ છે.મોહ-રૂપી રાવણ આવા મન નો આશ્રય લે છે.અને પાપમાં પ્રવૃત્ત થાય છે.મારીચ,એ તાડકા નો દીકરો છે,અને તાડકા એ અવિદ્યા નું પ્રતિક છે. અવિદ્યા માંથી “હું ને મારું,તું અને તારું” પેદા થાય છે.(તાડકા ના બે દીકરા-મારીચ અને સુબાહુ) “હું ને મારું” તે મારીચ અને “તું અને તારું” એટલે સુબાહુ.(રામે સુબાહુ નો વધ કરેલો અને મારીચ ને છોડેલો) આ બન્ને ને એક સાથે જ મારવા પડે,બેમાથી જો કોઈ એક જીવતું (અહીં મારીચ) રહી જાય તો, સુવર્ણ-મૃગ બની ને સામે આવે છે. વિવેક નું બાણ અવિદ્યા (તાડકા) ને એક જ પ્રયત્ને મારી શકે છે, પણ,મન પ્રત્યે કઠોર થઈને --“દોષ-યુક્ત મન” ને (મારીચ ને) હણ્યા વગર કોઈ છૂટકો નથી.(નહોતો) https://m.facebook.com/groups/367351564605027/permalink/639706507369530/ 🏹 ॐ શ્રી રામ જય રામ જય જય રામ 🙏🏼🌹🌹જય શ્રી કૃષ્ણ 🙏

+10 प्रतिक्रिया 1 कॉमेंट्स • 16 शेयर
Hemant Kasta Jan 18, 2022

+81 प्रतिक्रिया 53 कॉमेंट्स • 22 शेयर
prakash patel Jan 18, 2022

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 6 शेयर
nkumar Jan 18, 2022

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 11 शेयर
prakash patel Jan 17, 2022

🏹 રામાયણ🏹 અરણ્ય-કાંડ ✍️ ૧૮ રામજી એ જોઈ લીધું કે-હવે ભીષણ સંગ્રામ થશે.તેથી તેમણે લક્ષ્મણ ની સાથે સીતાજી ને થોડે દૂર આવેલી ગુફામાં મોકલી દીધાં અને પોતે એકલા ચૌદ હજાર ની સેના સામે સજ્જ થઇ ને ઉભા. હાકોટા અને પડકારો પાડતું રાક્ષસો નું સૈન્ય આવી પહોંચ્યું.રામચંદ્ર ને આમ એકલા ઉભેલા જોઈ ને આકાશમાં યુદ્ધ જોવા આવેલા દેવો ફફડવા માંડ્યા.લડવાવાળો બીતો નથી પણ દેવો બીએ છે. દેવો ને વિજય જોઈએ છે પણ એમને લડવું નથી,જોવું છે ને ફૂલો વરસાવવા છે. તુલસીદાસજી એ દેવો ની ખૂબ હાંસી ઉડાવી છે.દેવતાઓ ન્યાય ના પક્ષમાં છે ખરા પણ કશું કરવાના કે લડાઈ માં મદદ કરવા આવતાં ડરે છે. ભોગ ના છોડી શકે તે હાંસીપાત્ર બને છે. શ્રીરામે એકલા હાથે,ચૌદ હજાર સેનાનો વધ કર્યો, હળાહળ ઝેર ખાનારો જેમ તરત મરી જાય,તેમ આ ક્રૂર-કર્મી રાક્ષસો ને તેમના ક્રૂર-કર્મો નું તરત જ ફળ મળી ગયું.ખર-દૂષણ પણ ધરાશયી થયા. ચૌદ હજાર માંથી એક માત્ર બચેલો રાક્ષસ રાવણ ને આ મહાવિનાશ ની ખબર આપવા દોડી ગયો. અને છંછેડાયેલી શૂર્પણખા પણ રાવણ ને ઉશ્કેરવા લંકા પહોંચી. અને આખી ઉપજાવેલી વાત રાવણ ને કરતાં કહે છે કે- દંડકવન માં બે છોકરા અને એક છોકરી આવી છે,તે રૂપાળી છોકરી ને જોઈ મને થયું કે-આ મારા ભાઈ રાવણ ના ઘરમાં શોભે તેવી છે,એટલે તારા વાસ્તે હું ત્યાં ગઈ,પણ તે છોકરી નો ધણી ભારે અદેખો, તેણે એના નાના ભાઈ ને ઈશારો કર્યો,એટલે તે નાના ભાઈએ એ મારાં નાક-કાન કાપી નાખ્યાં. મે ખર-દૂષણ ની મદદ માગી,તો તે ખર-દૂષણ ની સાથે ચૌદ હજારની સેનાનો પણ રામે નાશ કર્યો. સેનાનો નાશ થયો,તેનું મને દુઃખ નથી પણ તે સીતા હાથથી ગઈ તેનું મને દુઃખ છે. શૂર્પણખા માનસશાસ્ત્ર ની ઉસ્તાદ છે,રાવણ ની નબળાઈ ને તે જાણે છે,તેથી એની સ્વભાવ-ગત વાસનાને ઉશ્કેરે છે.શૂર્પણખાને ખબર છે કે રાવણ ને શૂર્પણખાના-પોતાના અપમાન ની કંઈ પડી નથી, શૂર્પણખા ના પતિ ને હણનારો રાવણ જ હતો.એટલે કદાચ તે પોતાનું (શૂર્પણખાનું) વેર લેવા ના જાય પણ સીતાજી ના રૂપ ના લોભથી લલચાઈ ને ત્યાં જાય,એ ગણત્રી થી તેણે રજૂઆત કરી. રાવણ વિચારે છે કે-કોણ હશે આ રામ?જેણે એકલા હાથે ખર-દૂષણ અને ચૌદ હજાર ની સેનાને મારી, તે કોણ હશે? ખર-દૂષણ તો મારા જેવા બળવાન હતા,એટલે તેમને મારનાર ભગવાન સિવાય કોઈ હોઈ શકે નહિ. રાવણ કેવો મહાજ્ઞાની છે !! એ રામને તરત ઓળખી લે છે.હનુમાનજી પણ એટલા સહેલાઈ થી રામને ઓળખી શક્યા નહોતા.શ્રીરામને ઓળખવા માટે હનુમાનજી ને તેમની પાસે જવું પડે છે જ્યારે રાવણ કોસો દૂર બેઠા બેઠા રામને ઓળખી કાઢે છે. પણ જાણવું કે એકલું બુદ્ધિ થી સમજવું એટલું બસ નથી.જાણવાથી મનુષ્ય જ્ઞાની બને અને જ્ઞાની બને એટલે જ્ઞાન નો અહંકાર આવે. અને જ્ઞાન નું અભિમાન આવે તો તે જ્ઞાન સાચું નથી. રાવણ ને થયું કે ભગવાન નો રામ-રૂપે અવતાર થઇ ગયો છે,પણ તેને રામ-નામ લેવાની બુદ્ધિ નથી. રામનું ભજન તે કરતો નથી,પણ એતો કહે છે કે-ભજન-બજન મારાથી નહિ બને. એનો અહંકાર તેણે વઢે છે, અને કહે છે કે-તું કેવો મૂરખ છે,ઈશ્વર આવી ગયા છે તે માની લેવાની શી જરૂર છે? જરા એની પરીક્ષા તો કરી જો,કે તે ઈશ્વર છે કે સામાન્ય માનવી છે. રાવણ ને તેના અહંકાર ની આ વાત ગમી ગઈ અને તેણે રામજી ની પરીક્ષા લેવાનો નિશ્ચય કર્યો. https://m.facebook.com/groups/367351564605027/permalink/639079940765520/ 🏹 ॐ શ્રી રામ જય રામ જય જય રામ 🙏🏼🌹🌹જય શ્રી કૃષ્ણ 🙏

+10 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
prakash patel Jan 16, 2022

🏹 રામાયણ🏹 અરણ્ય-કાંડ ✍️ ૧૭ સત્યમાં જોવા જાવ તો શૂર્પણખા વિધવા છે,છતાં કહે છે કે-હું કુંવારી છું.એના ધણી ને રાવણે જ માર્યો હતો,અને પોતાની બહેન ને વિધવા કરી હતી.રાવણ ને તો બહેન શું કે બનેવી શું? એના અહંકાર ની વચ્ચે જે આવે તેને તે ખતમ કરી નાખતો.અહંકાર માત્ર સ્વાર્થ ને જ ઓળખે છે. રામજી શૂર્પણખા ને કહે છે કે-હું તો પરણેલો છું,બાઈ,જો આ રહી મારી પત્ની સીતા. આ સાંભળતાં જ શૂર્પણખા દંત કટકટાવીને ભયંકર અવાજ કરી બોલી-એ સીતા તો મહા વિરૂપ છે, તે તારી સ્ત્રી થવાને યોગ્ય નથી,પણ તું જરા પણ ગભરાતો નહિ,પરણ્યા પછી એણે હું ખાઈ જઈશ. શૂર્પણખા નાં આવા વચન સાંભળી,રામજી ને હસવું આવ્યું,તેમણે જોયું કે મોહ માં ફસાયેલી આ બાઈ સમજાવે સમજવાની નથી,એટલે તેની શાન ઠેકાણે લાવવા તેમણે વિચાર કર્યો.અને મશ્કરી કરતાં કહ્યું કે- “હે શૂર્પણખા.તું સાંભળ,તું મને પરણવાનું કહે છે,પણ મને પરણીને તું સુખી નહિ થાય,એના કરતાં મારો આ નાનો ભાઈ લક્ષ્મણ અત્યારે એકલો છે,તેને તારે જે કહેવું હોય તે કહે.” શૂર્પણખા એ લક્ષ્મણ તરફ નજર ફેરવી અને બોલી-તારું નસીબ ખુલી ગયું,લખન,તું રાજા અને હું રાણી. આ સાંભળતાં જ લક્ષ્મણ નું શરીર ક્રોધ થી ભરાઈ ગયું,પણ રામજી ની મજાક ને આગળ લંબાવી અને કહ્યું કે-હે,રૂપવતી,હું તો રામજી નો દાસ છું,મને પરણી ને તારે પણ રામજી ની દાસી થવું પડશે. તું રાજા રાવણ ની બહેન થઈને શું કોઈની દાસી થવાનું પસંદ કરશે?માટે જે કહેવું હોય તે તું રામજી ને જ કહે,એ રાજા છે,અને બીજું લગ્ન પણ તે કરી શકે છે. શૂર્પણખા હવે ફરી થી રામજી ની તરફ ફરી અને બોલી-હે રામ તું મને પરણ,આ સીતાને લીધે જો તું ના કહેતો હોય તો,દેખ,તારા દેખતાંજ હું તેને ફાડી ખાઉં છું. આમ કહી તેને પોતાનું અસલી રાક્ષસી નું રૂપ ધારણ કર્યું અને પોતાના લાંબા તીણા નખ વડે એ સીતાજી ને ફાડી ખાવા ધસી.ત્યારે રામજી એ મોટો હાકોટો કરીને તેને અટકાવી. રામજી ને માટે તો સ્ત્રી અવધ્ય (સ્ત્રી ને મારી ના શકાય) છે,રાક્ષસી હોય તેથી શું? રામજી એ ના છુટકે તાડકા નો વધ કર્યો હતો,તેમણે લક્ષ્મણ ને ઈશારા થી કહ્યું કે તેને માર્યા વગર તેનાં નાક-કાન કાપી લે.અને રામજી ની આજ્ઞા થતાં જ લક્ષ્મણે શૂર્પણખાના નાક-કાન કાપી નાખ્યાં. શૂર્પણખા દુઃખથી ચીસ પાડી ઉઠી અને ત્યાંથી ભાગી. વાસનાની સામે સદા સાવધ રહે તે મહાત્મા.અને એવો સાવધ મહાત્મા સામે ધસી આવતી વાસનાનાં, નાક-કાન કાપી અને તેને ભગાડી મુકશે. શ્રીરામ ની જિંદગીમાં ત્રણ સ્ત્રીઓ એ બહુ અગત્ય નો ભાગ ભજવ્યો છે.તાડકા,મંથરા અને શૂર્પણખા. તાડકા ક્રોધ નું સ્વરૂપ છે,મંથરા લોભ નું સ્વરૂપ છે અને શૂર્પણખા કામ-વાસના નું સ્વરૂપ છે. કામ,ક્રોધ અને લોભ ની આપત્તિઓ પણ શ્રીરામની સામે આવી ને તરખાટ મચાવે છે. એમાં તાડકા પર રામજી પોતે પ્રહાર કરે છે,તે ક્રોધ નું સ્વરૂપ છે,ને “માયા-મૃગ” ની મા છે,એટલે સ્વયં શ્રી હરિ તેને સંહારે છે,ક્રોધને સંહારવો જ પડે છે,લોભ કામ ને દંડ દઈ ને જતા કરે છે. મંથરા-લોભ- ને નિર્લોભી શત્રુઘ્ન સજા કરી ને હટાવે છે,અને કામ-શૂર્પણખાને જીતેન્દ્રિય લક્ષ્મણ હટાવે છે. શૂર્પણખા ત્યાંથી ભાગી ને છાવણી માં ગઈ અને તેણે ખર-દૂષણ ને બદલા માટે ઉશ્કેર્યા,અને કહે છે કે- એ ત્રણે નું મારે લોહી પીવું છે,એ વિના મને તૃપ્તિ થવાની નથી. એટલે ખરે પોતાના ચુનંદા ચૌદ બહાદુરો ને બોલાવી ને હુકમ કર્યો કે-જાઓ અને તે ત્રણે ને મારી ને, શૂર્પણખા ને તેમના લોહીનું પાન કરાવો. ચૌદ બહાદુરો ઉપડ્યા,સાથે શૂર્પણખા પણ ગઈ.પરંતુ ત્યાં તેણે નહિ ધારેલું બન્યું,રામજી નાં બાણે, એ ચૌદ ની છાતી વીંધી ને તેમને જમીન માં ખૂંપી દીધા. ચૌદ બહાદુરો મરી ગયા એટલે શૂર્પણખા ફરી થી ખર-દૂષણ પાસે ગઈ,ખર કહે છે કે-હવે હું છાવણીની આખી સેના લઈને જઈશ,હું ખુદ મોત ને ય ભરી પીવું એવો છું એ મગતરાં ને હું ઘડીક માં ચોળી નાખીશ. અને આખી છાવણી ની સેના લઇ ને ખર-દૂષણ રામ-લક્ષ્મણ ને મારવા નીકળ્યા. સેના ની બૂમો થી આકાશ ગાજી રહ્યું. https://m.facebook.com/groups/367351564605027/permalink/638489397491241/ 🏹 ॐ શ્રી રામ જય રામ જય જય રામ 🙏🏼🌹🌹જય શ્રી કૃષ્ણ 🙏

+7 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB